રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ1 ઑક્ટોબર, 2026| Super Admin

પાટણના હાજીપુરમાં SD Pay એપ્લિકેશનથી રૂ. 2.52 લાખથી વધુની ઠગાઈ કરાઈ

પાટણના હાજીપુરમાં SD Pay એપ્લિકેશનથી રૂ. 2.52 લાખથી વધુની ઠગાઈ કરાઈ

ઊંચા વ્યાજની લાલચ આપી નાણાં રોકાવ્યા, પછી ઉપાડ બંધ થતા ગુનો નોંધાયો

પાટણ જિલ્લાના હાજીપુર ગામના ખેડૂત યુવક અને અન્ય લોકો સાથે SD Pay (અપના પે) નામની એપ્લિકેશનના માધ્યમથી ઊંચા વ્યાજની લાલચ આપી ३. 2,52,031 થી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે બાલીસણા પોલીસ મથકે એપ્લિકેશનના સંચાલકો સામે ગુનો નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે.પાટણ તાલુકાના હાજીપુર ગામે રહેતા 23 વર્ષીય ખેડૂત મેહુલ દશરથભાઈ પટણીએ બાલીસણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.06/09/2025 ના રોજ તેમના ભાઈ મારફતે તેમને ગુગલ પ્લે-સ્ટોર પર ઉપલબ્ધ SD Pay એપ્લિકેશન વિશે માહિતી મળી હતી. આ એપ્લિકેશનમાં નાણાં રોકવા પર 0.15% થી લઈને 0.30% સુધીનું દૈનિક વ્યાજ તેમજ માસિક બોનસ આપવાની લાલચ આપવામાં આવી હતી. મેહુલ પટણીએ પોતાની વિગતો અને કેવાયસી દસ્તાવેજો અપલોડ કરીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે નાના ઉપાડ અને રિચાર્જની સુવિધા આપવામાં આવી હતી,જેનાથી પ્રેરાઈને તેમણે તા.06/09/2025 થી. તા.16/10/2025 દરમિયાન પોતાના એસબીઆઈ બેંક ખાતામાંથી અલગ અલગ 33 ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 2,02,031 ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં એપ્લિકેશનનું નામ બદલીને Apna Pay કરી દેવામાં આવ્યું હતું. મે 2026 થી એપ્લિકેશનમાંથી નાણાં ઉપાડવાની પ્રક્રિયા અટકી ગઈ હતી. આ અંગે ઓપરેટરો દ્વારા ઝૂમ મીટિંગ અને યુટ્યુબ વિડીયો મારફતે ટેકનિકલ ખામીના બહાના બતાવી લોકોને વિશ્વાસમાં રાખવામાં આવ્યા હતા.ત્યારબાદ ખાતું ચાલુ રાખવા માટે વધુ રૂ. 2,000 ભરાવ્યા છતાં ઉપાડ ચાલુ થયો ન હતો અને ઓટીપી આવતા બંધ થઈ ગયા હતા.

આ છેતરપિંડીમાં હાજીપુરના મેહુલ પટણીના રૂ. 2,02,031 તેમજ બાલીસણાના આકાશકુમાર પટેલના રૂ.50,000 મળી કુલ રૂ. 2,52,031 ની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. આ સિવાય અન્ય લોકો પણ આ ફ્રોડનો ભોગ બન્યા છે. ભોગ બનનાર દ્વારા અગાઉ નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાલીસણા પોલીસ સ્ટેશનમાં એપ્લિકેશનના તમામ પ્રત્યક્ષ અને પરોક્ષ સંચાલકો સામે સમાન ઈરાદાથી કાવતરું રચી છેતરપિંડી આચરવા બદલ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર