ડીસામાં મંગળવારે વહેલી સવારે આગની ઘટના બનવા પામી હતી. જેમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આ ઘટનામાં 17 મજૂરોના મોત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 17 મજૂરનાં મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે. ઘટનાને પગલે ફેક્ટરી માલિક ફરાર થઇ ગયો છે અને મજૂરોની ઓળખ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. [video width="1280" height="720" mp4="https://rakhewaldaily.com/wp-content/uploads/2025/04/VID-20250401-WA0012.mp4"][/video] તમને જણાવી દઈએ કે ડીસા GIDC નજીક આવેલ ફટાકડાની ફેકટરીમાં આગ લાગતા તમામ માલ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. [video width="1280" height="720" mp4="https://rakhewaldaily.com/wp-content/uploads/2025/04/VID-20250401-WA0011.mp4"][/video] મળતી માહિતી મુજબ GIDC નજીક ફટાકડા બનાવતા ગોડાઈનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. ઘટનાની જાણ આજુબાજુ વિસ્તારના લોકોમાં ફેલાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેકટરીમાં લાગી ભીષણ આગ, 17 લોકોના મોત

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
14 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
