રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા28 મે, 2025| Super Admin

આખરે...ગ્રામજનોની આતુરતાનો અંત..! બનાસકાંઠા જિલ્લાની 617 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર

આખરે...ગ્રામજનોની આતુરતાનો અંત..! બનાસકાંઠા જિલ્લાની 617 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર
મુદત પૂર્ણ થયેલ તેમજ ખાલી પડેલ બેઠકો સહિત 617 ગ્રામ પંચાયતોની બેલેટ પેપર પર ચૂંટણી યોજાશે આજથી આદર્શ આચાર સહિતા નો અમલ શરૂ; આખરે જેની કાગડોળે રાહ જોતા હતા તેવા ગ્રામજનોની આતુરતાનો અંત આવ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામપંચાયતની ચૂંટણી ની તારીખો જાહેર કરવામાં આવી છે. મુદત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે. ગ્રામપંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે. અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. બનાસકાંઠામાં મુદત પૂર્ણ રહેલી 215 ગ્રામ પંચાયતોની સામાન્ય, 171 વિભાજિત ગ્રામ પંચાયતો, 229 ગ્રામ પંચાયતોની કોઈ કારણોસર ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી અને વિસર્જન થયેલ 1 ગ્રામ પંચાયત મળી કુલ 617 ગ્રામ પંચાયતોમાં સરપંચ તેમજ સભ્યોની સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતોની સામાન્ય તેમજ પેટા ચૂંટણી અંગે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ  થતા જ  આદર્શ આચારસંહિતના અમલ સાથે જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કાઉન્ટ ડાઉનને લઇ ગ્રામીણ સ્તરે રાજકીય ગરમાવો જામશે.

સંબંધિત સમાચાર