કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આર્થિક સહાય ચૂકવવા આવે છે. જેમાં પાત્રતા ન ધરાવતા ખેડૂતો પણ આ સહાયનો લાભ લેતા હોઇ સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં લાભાર્થી ખેડૂતોના ઇ કેવાયસી ફરજિયાત કર્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 51 ટકા ખેડૂતોએ પોતાના ઇ કેવાયસી કરાવ્યા છે. સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ સાચા લાભાર્થી સુધી પહોંચી શકે અને પાત્રતા ન ધરાવતા લોકો સરકારની યોજનાના ગેરલાભ ન ઉઠાવી જાય તે માટે સરકાર દ્વારા લાભાર્થીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા તેમના ઇ કેવાયસી ફરજિયાત કર્યા છે. જેમાં સરકાર દ્વારા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર ચાર મહિને બે હજાર લેખે વર્ષે છ હજારની સહાય ચૂકવવામાં આવે છે. જેમાં સાચા લાભાર્થીની ઓળખ કરવા માટે ખેડૂતોનું ઇ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમા ગ્રામીણ વિસ્તારોના 2,61,756 ખેડૂતો એટલે કે 51 ટકા ખેડૂતોની ઇ કેવાયસીની કામગીરી થવા પામી છે. જેમાં જિલ્લામા સૌથી વધુ વડગામ તાલુકામાં 58.77 ટકા જ્યારે સૌથી ઓછા અમીરગઢ તાલુકામાં 37.17 ટકા ખેડૂતોના ઇ કેવાયસી થયા છે. જોકે ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ કેન્દ્રો પર તેમજ મોબાઈલ એપ્લિકેશન પર આ કેવાઇસીની કામગીરી કરાઇ રહી છે. જોકે કેટલાક ખેડૂતોના આધાર અને રેશનકાર્ડમાં અલગ અલગ મોબાઈલ હોવાનાં કારણે ઇ કેવાયસી કરવામાં તકલીફ પડી રહી છે. જે ખેડૂતોના ઇ કેવાયસી બાકી છે તેમનો કિસાન સન્માન નિધીની સહાયથી વંચિત રહેવા પામશે.તેમ ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
ઇ-કેવાયસી ન કરાવનાર ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ નહીં મળે

ટેગ્સ:#Banaskantha#E-KYC#farmers#Gram Panchayat#benefit#PM Kisan Samman Nidhi#Central Govt#E KYC mandatory#Scheme of Govt#Mobile application#Aadhaar and Ration Card#Department of Agriculture
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરીમાં ચોરીના બાઈક સાથે એક ઝડપાયો,એલસીબીની કોમ્બિંગ નાઈટ દરમિયાન કાર્યવાહી
22 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતરોમાં ચિંતાના વાદળો
22 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળી બચાવવા સંઘર્ષ સમિતિ દ્વારા મંત્રીને આવેદનપત્ર આપ્યું
23 કલાક પહેલા
બનાસકાંઠાઉદયપુર મેરેથોનમાં છવાઈ ડોકરા રનિંગ ક્લબ: ૩૦૦થી વધુ રનર્સના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું મેદાન!
1 દિવસ પહેલા
