રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ૧૫ મહાનગરપાલિકા,૮૪ નગર પાલિકા,૩૪ જિલ્લા અને ૨૬૦ તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી ની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા જ બનાસકાંઠા- વાવ થરાદ જિલ્લામાં રાજકીય ગતિ વિધિઓએ જોર પકડ્યું છે. આગામી ૨૬ એપ્રિલના રોજ જિલ્લાની તમામ સ્થાનિક સંસ્થાઓ માટે મતદાન યોજાશે. આ જાહેરાત સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બનાસકાંઠા અને નવરચિત વાવ થરાદ જિલ્લાની જિલ્લા પંચાયતની ૪૮+૩૦ ઉપરાંત ૧૦+૦૮ તાલુકા પંચાયતોની અને ૩+૨ નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન થશે.બનાસકાંઠા જિલ્લામાં તાલુકા પંચાયત દીઠ મતદારો જોઇએ તો પાલનપુર (૨૪૩૩ ૦૨) વડગામ (૧૯૫૫૨૨) દાંતા (૯૭૯૦૪) હડાદ (૫૮૦૩૮) અમીરગઢ (૯૫૦૭૨), ડીસા (૨૮૯૫૦૧) કાંકરેજ(૧૦૮૪૨૧) ઓગડ (૧૦૬૬૫૨) ધાનેરા (૧૬૦૬૩૭ દાંતીવાડા (૮૬૬૭૪) જ્યારે વાવ થરાદ જિલ્લામાં તાલુકા પંચાયત દીઠ મતદારો જોઇએ તો વાવ (૬૬૯૧૫) થરાદ (૧૫૨૩૧૬) સુઈગામ (૬૯૯૮૩) ભાભર (૮૪૨૭૬) દિયોદર (૧૨૪૪૧૨) લાખણી (૧૧૬૩૩૩) ધરણીધર (૬૫૯૫૮)
રાહ (૬૧૯૯૪)તાલુકા પંચાયતો માં મતદારો મતદાન કરશે. નગરપાલિકાઓમાં બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા અને ધાનેરા જયારે વાવ થરાદ જિલ્લામાં થરાદ અને ભાભર નગરપાલિકાની ચૂંટણી થશે. આમ,બનાસકાંઠા જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતોના કુલ મતદારો ૧૪,૪૧,૪૨૪ જ્યારે ત્રણ નગર પાલિકના ૧,૧૮,૬૯૯ જ્યારે વાવ થરાદ જિલ્લાની ૦૮ તાલુકા પંચાયતોના કુલ મતદારો ૭,૪૧, ૧૮૭ જ્યારે બે નગર પાલિકના ૩૪,૭૬૫ મતદારો કુલ ૧૭૬૮+૮૨૯ =૨૫૯૫ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે.
બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૭૬૮ અને વાવ થરાદ જિલ્લા માં ૮૨૭ મતદાન મથકો ઉભા કરવામાં આવશે,આ ચૂંટણીઓ નું જાહેરનામું આગામી તા.૦૬/૦૪/૨૦૨૬ પ્રસિદ્ધ થશે, ઉમેદવારીપત્રો ભરવા માટે છેલ્લી તા.૧૧/૦૪/૨૦૨૬,ઉમેદવારી પત્રો ચકાસણી માટેની તા.૧૩/૦૪/૨૦૨૬,ઉમેદવારી પત્રો પાછી ખેંચવાની માટેની છેલ્લી તા.૧૫/૦૪/૨૦૨૬, મતદાનની તારીખ૨૬/૦૪/૨૦૨૬ જો જરૂર હોય તો પુનઃમતદાનની તારીખ-૨૭/૦૪/૨૦૨૬, મત ગણતરી તારીખ-૨૮/૦૪/૨૦૨૬ અને તારીખ-૩૦/૦૪/૨૦૨૬ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યની મુલાકાત બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતા જ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી અને પ્રચાર માટેની દોડધામ તેજ બની છે.





