રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
ઉત્તર ગુજરાત11 જુલાઈ, 2026| Super Admin

શિહોરી-થરા હાઈવે પર ટેલર પાછળ કાર ઘૂસી

શિહોરી-થરા હાઈવે પર ટેલર પાછળ કાર ઘૂસી

બનાસકાંઠાના શિહોરી-થરા નેશનલ હાઈવે પર કાંકરેજના ડુંગરાસણ બસસ્ટેન્ડ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કાર ટેલરની પાછળ ઘૂસી જતાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. જોકે, આ ગંભીર અકસ્માતમાં કાર ચાલકનો આશ્ચર્યજનક રીતે બચાવ થયો હતો.પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના ડુંગરાસણ બસસ્ટેન્ડ નજીક બની હતી. કાર ટેલરની પાછળ એટલી જોરથી અથડાઈ હતી કે તેનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો, જે અકસ્માતની ભયાનકતા દર્શાવે છે.અકસ્માત થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને ક્ષતિગ્રસ્ત કારમાંથી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ, 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્ત ડ્રાઈવરને શિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આટલી ગંભીર ટક્કર છતાં ડ્રાઈવરને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જે એક રાહતની વાત છે. કાર ચાલકની ઓળખ ઓગડ તાલુકાના તાણા ગામના પુરોહિત નિલેશભાઈ બાબુભાઈ તરીકે થઈ છે.

સંબંધિત સમાચાર