સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે “જિલ્લા સ્વાગત કાર્યક્રમ" યોજાયો હતો.લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા ૨૦ વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે.આ કાર્યક્રમમાં નાગરીકોએ ૧૭ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જમીનમાં દબાણ બાબત, ગામતળમાં પ્લોટ ફાળવણી, જમીનના ૭ /૧૨ ઉતારામાં નામ સુધારા બાબત સહિત વિવિધ વિષયો પર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં કલેકટરશ્રીએ આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. વધુમાં કલેકટરશ્રીએ વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા,ડીવાયએસપી,તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
હિંમતનગર ખાતે કલેક્ટર અધ્યક્ષતામાં "જીલ્લા સ્વાગત કાર્યક્રમ" યોજાયો

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
સાબરકાંઠાનવરાત્રી રંગ: હિંમતનગરમાં અત્રિ પરિવારે યોજી અનોખી વેશભૂષા સ્પર્ધા
15 કલાક પહેલા
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
5 દિવસ પહેલા
