પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણના વામૈયાથી કમલીવાડા વચ્ચે આવતી સરસ્વતી નદી ઉપર ડીપ બનાવવા માંગ ઉઠી

પાટણ જિલ્લા સમસ્યા મંચ (સૂચિત) ના સંયોજક દ્રારા મુખ્યમંત્રીને પત્ર લખ્યો
પાટણ જિલ્લા સમસ્યા મંચ (સૂચિત) ના સંયોજક શૈલેષભાઈ નાયી દ્રારા પાટણ જિલ્લાના દરેક ગ્રામીણ તથા શહેરી સમસ્યાઓનું નિરાકરણ આવે તેવા શુભ આશયથી સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તેઓ દ્રારા પાટણ સરસ્વતી તાલુકાના વામૈયા થી કમલીવાડા વચ્ચે આવતી સરસ્વતી નદી ઉપર ડીપ બનાવવા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લા સમસ્યા મંચ (સૂચિત) ના સંયોજક દ્રારા મુખ્યમંત્રી ને લખેલા પત્રમા જણાવ્યું છે કે વામૈયાથી કમલીવાડા વચ્ચે આવતી સરરવતી નદી ઉપર ડીપ બનાવવા માટે તથા વામૈયા થી સાણોદરડાનો આશરે 3 કી.મી. કાચો રસ્તો જેના ઉપર પાકો રોડ બનાવવા માટે વર્ષો જુની લોકોની માંગણી છે. અમો પાટણ જિલ્લાના મે. કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી અને માર્ગ અને મકાન વિભાગ, મુખ્યમંત્રી કાર્યાલય ને વારંવાર આ રોડની માંગણી કરતા પત્રો પણ લખેલ છે. અને આ માંગણીને સત્વરે ઉકેલ આવે તે માટે પ્રયત્નો કરતા રહેલ છે.
વામૈયાથી કમલીવાડા બન્ને ગામોને જોડતો આ રોડ ઉપર નદીમાં ડીપ બનાવવામાં આવે તો આ ગામોની પ્રજાને અને વેપારની દ્રષ્ટિએ પણ ઘણોજ ફાયદો થઈ શકે તેમ છે. તથા આ ગામના લોકોને પડતી અગવડતા દૂર થઈ શકે છે અને ધારપુર સિવીલ હોસ્પિટલ જવા-આવવામાં ખુબજ સુગમતા અને ટુંકો રસ્તો થઈ શકે તેમ છે.
તથા વામૈયાથી સાણોદરડાનો ૩ કી.મી.રોડ બનાવવામાં આવે તો આ રસ્તાથી પાલનપુર સાથેનો વ્યવહાર તેમજ આજુબાજુના શહેરોના વ્યવહારનું અંતર ખુબજ ઘટી શકે તેમ છે.અને આ લોકોને આર્થિક અને સામાજીક રીતે ઘણોજ ફાયદો થઈ શકે છે.ઉપરોકત આ માંગણી માટે ઘટતું કરી સત્વરે હલ થાય તે માટે યોગ્ય કરવા તેઓએ પત્રમાં રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
20 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
