ડીસા શહેર દક્ષિણ પોલીસે પ્રોહીબિશનના એક ગણનાપાત્ર ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ કચ્છ-ભુજ ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક, બનાસકાંઠા અક્ષયરાજની નાસતા ફરતા આરોપીઓને પકડવાની સૂચનાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના સ્ટાફે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને ખાનગી બાતમીના આધારે આ આરોપીને પકડવામાં સફળતા મેળવી છે. પકડાયેલ આરોપી રાજુરામ ઉર્ફે રાજુભાઈ ધનારામ ચૌધરી (ઉં.વ. ૪૯, ધંધો: વેપાર) છે, જે હાલ ૧૦૪, નિર્મલા હોમ, વંદેમાતરમ, ચાંદખેડા, અમદાવાદ ખાતે રહે છે અને મૂળ મોડાવાસ, તા.જી. પાલી (રાજસ્થાન)નો વતની છે. આ આરોપી ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૨૭૯/૨૦૧૮, ઘી પ્રોહી એક્ટ કલમ ૬૫ એઈ, ૧૧૬(૨), ૯૮(૨), ૮૧ મુજબના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી ફરાર હતો. પોલીસે આરોપીને અમદાવાદથી પકડી પાડી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતા બદલ ડીસા શહેર દક્ષિણ પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.
આઠ વર્ષથી નાસતા ફરતા પ્રોહીબિશન ગુનાના આરોપીને ડીસા દક્ષિણ પોલીસે દબોચ્યો

ટેગ્સ:#Gujarat#arrest#legal action#Law Enforcement#Criminal Investigation#Deesa South Police#Technical Surveillance#Prohibition Offense#Absconding Criminal#Police Success
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરીમાં ચોરીના બાઈક સાથે એક ઝડપાયો,એલસીબીની કોમ્બિંગ નાઈટ દરમિયાન કાર્યવાહી
18 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતરોમાં ચિંતાના વાદળો
18 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળી બચાવવા સંઘર્ષ સમિતિ દ્વારા મંત્રીને આવેદનપત્ર આપ્યું
19 કલાક પહેલા
બનાસકાંઠાઉદયપુર મેરેથોનમાં છવાઈ ડોકરા રનિંગ ક્લબ: ૩૦૦થી વધુ રનર્સના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું મેદાન!
20 કલાક પહેલા
