રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા રૂરલ પોલીસની મોટી કાર્યવાહી: આખોલ મોટી ગામે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા

ડીસા રૂરલ પોલીસની મોટી કાર્યવાહી: આખોલ મોટી ગામે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા

ડીસા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમીના આધારે પોલીસે આખોલમોટી ગામની સીમમાં "માં અંબે કોલ્ડ સ્ટોરેજ" સામે ખુલ્લા ખેતરમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા 6 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

પોલીસે પકડાયેલા ઇસમો પાસેથી અને જુગારના સ્થળેથી કુલ 10,880 રૂપિયા નો રોકડ મુદ્દામાલ તથા ગંજીપાના જપ્ત કર્યા છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ-૧૨ મુજબ કાયદેસરની ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

1. લાડસિંહ વિરજી દરબાર (ઉ.વ. 40, ધંધો: ખેતી, રહે. આખોલમોટી, તા. ડીસા)

2. ભવાનજી પોપટજી ઠાકોર (ઉ.વ. 27, ધંધો: મજૂરી, રહે. આખોલમોટી, તા. ડીસા)

3. વિરજી ચતુરજી રભાતર (ઉ.વ. 37, ધંધો: ખેતી, રહે. આખોલમોટી, તા. ડીસા)

4. દેવાજી પબજી પરમાર (ઉ.વ. 35, ધંધો: ખેતી, રહે. આખોલમોટી, તા. ડીસા)

5. ફતેસીંગ કરશનજી રાઠોડ (ઉ.વ. 40, ધંધો: ખેતી, રહે. આખોલમોટી, તા. ડીસા)

6. જગુભા કનુસિંહ દરબાર (ઉ.વ. 24, ધંધો: ડ્રાઇવિંગ, રહે. આખોલમોટી, તા. ડીસા)

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર