રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 સપ્ટેમ્બર, 2026| Super Admin

તેરા તુજકો અર્પણ” અભિગમ અંતર્ગત ડીસા ઉત્તર પોલીસે ખોવાયેલા ૩ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા

તેરા તુજકો અર્પણ” અભિગમ અંતર્ગત ડીસા ઉત્તર પોલીસે ખોવાયેલા ૩ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા

હાલના સમયમાં જાહેર જનતાના મોબાઈલ ફોન ગુમ થવાના, પડી જવાના કે ખોવાઈ જવાના બનાવોમાં વધારો થતાં, બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રીમતી પરીક્ષિતા રાઠોડ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક  પ્રશાંત સુંબે દ્વારા અરજદારોના ખોવાયેલા મોબાઈલ શોધી પરત અપાવવા અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. ​આ સૂચના અન્વયે, નાયબ પોલીસ અધિક્ષક (ડીસા વિભાગ) સી.એલ. સોલંકી તથા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ખત્રીના માર્ગદર્શન હેઠળ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં સફળતા મળી છે.

​ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ-અલગ અરજદારોના ગુમ થયેલા કે ખોવાયેલા મોબાઈલ અંગે મળેલી અરજીઓના આધારે, ટેકનિકલ સર્વેલન્સ, પોર્ટલ તેમજ હ્યુમન સોર્સિંગની મદદથી પોલીસે સઘન તપાસ ચલાવી હતી. આ સફળ કામગીરીના પરિણામે પોલીસે કુલ રૂ. ૫૪,૦૦૦/- ની કિંમતના ૩ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા.

​આ શોધી કાઢવામાં આવેલા મોબાઈલ ફોન “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.પોલીસની આ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી બદલ મોબાઈલ માલિકો તથા સ્થાનિક જનતાએ બનાસકાંઠા પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર