રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જોખમી સફર: શામળાજી મેશ્વો ડેમ રોડ પર પ્રોટેક્શન વોલ ન હોવાથી અકસ્માતનો ભય

જોખમી સફર: શામળાજી મેશ્વો ડેમ રોડ પર પ્રોટેક્શન વોલ ન હોવાથી અકસ્માતનો ભય

અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી નજીક આવેલો મેશ્વો ડેમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ હાલમાં આ ડેમ તરફ જતો રસ્તો વાહનચાલકો માટે ભારે જોખમી સાબિત થઈ રહ્યો છે. મેશ્વો ડેમ રોડ પર લાંબા અંતર સુધી પ્રોટેક્શન વોલ (સુરક્ષા દીવાલ) ન હોવાને કારણે અહીંથી પસાર થતા સ્થાનિકો અને પ્રવાસીઓ માથે સતત અકસ્માતનું સંકટ તોળાઈ રહ્યું છે.

ખાસ કરીને વળાંકો અને ઊંડી ખીણવાળા ભાગો પર કોઈ પણ પ્રકારની આડશ કે રેલિંગ ન હોવાથી રાત્રિના સમયે અથવા ચોમાસા દરમિયાન વાહન નીચે ખાબકવાનો ભય રહે છે. તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં અહીં મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Shamlaji

સંબંધિત સમાચાર