રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ28 એપ્રિલ, 2026| Super Admin

પાટણમાં કોંગ્રેસનો પંજો મજબૂત: નગરપાલિકા અને પંચાયતોમાં પ્રભુત્વ વધ્યું

પાટણમાં કોંગ્રેસનો પંજો મજબૂત: નગરપાલિકા અને પંચાયતોમાં પ્રભુત્વ વધ્યું

મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન બનતા જિલ્લા ચૂંટણી તંત્રએ રાહત અનુભવી

વિજેતા ઉમેદવારો એ સમર્થકો સાથે વિજયોત્સવ મનાવ્યો

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા પાટણ, સિદ્ધપુર અને રાધનપુર નગરપાલિકાઓ માટે યોજાયેલ મતદાન બાદ આજે જિલ્લામાં મતગણતરી પ્રક્રિયાનો શાંતિપૂર્ણ માહોલમાં સુચારૂ પ્રારંભ થયો હતો.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી માટે સચોટ આયોજન સાથે તમામ જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી.જિલ્લાના કુલ ૦૯ તાલુકાઓમાં જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો અને તાલુકા પંચાયતની ૧૬૫ બેઠકો માટે ૧૦૯૯ મતદાન મથકો તેમજ ત્રણ નગરપાલિકાઓમાં કુલ ૨૧ વોર્ડની ૮૧ બેઠકો માટે ૨૬ એપ્રિલના રોજ ૧૪૭ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. આ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ આજે મતગણતરી શરૂ કરવામાં આવી હતી.

મતગણતરી માટે તાલુકાવાર અલગ-અલગ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવેલ જેમા પાટણ તાલુકા માટે સરકારી ઈજનેરી કોલેજ, કતપુર ખાતે,સરસ્વતી માટે કેન્દ્રીય વિદ્યાલય સરસ્વતી ખાતે,સિદ્ધપુર માટે સરકારી હોમિયોપેથીક કોલેજ,દેથળી ખાતે,ચાણસ્મા માટે આઈ.ટી.આઈ. કોલેજ રૂપપુર ખાતે, હારીજ માટે મોડેલ સ્કૂલ હારીજ ખાતે, સમી માટે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સમી ખાતે, શંખેશ્વર માટે મહિલા આઈ.ટી.આઈ. કોલેજ શંખેશ્વર ખાતે, રાધનપુર માટે મોડેલ સ્કૂલ રાધનપુર ખાતે અને સાંતલપુર માટે પી.એમ.ગોકલાણી હાઈસ્કૂલ વારાહી ખાતે મતગણતરી કેન્દ્રો ગોઠવવામાં આવ્યા હતા.નગરપાલિકાઓ માટે પાટણ નગરપાલિકાની મતગણતરી ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર એન્જિનિયરિંગ, બ્લોક ‘એ’, કે.ડી. પોલીટેકનિક,પાટણ ખાતે,સિદ્ધપુર નગરપાલિકાની મતગણતરી સરકારી હોમિયોપેથીક કોલેજ, દેથળી ખાતે અને રાધનપુર નગરપાલિકાની મતગણતરી મોડેલ સ્કૂલ રાધનપુર ખાતે હાથ ધરવામાં આવી હતી.

પાટણ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુટણીમાં પાટણ જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો પૈકી ૧૯ બેઠકો પર ભાજપના ઉમેદવાર જીત્યા હતા. તો કોગ્રેસના ૧૩ ઉમેદવારો એ જીત હાંસલ કરી હતી. જયારે પાટણ તાલુકા પંચાયતની ૨૦ બેઠકોમાં ૭ ભાજપના અને ૧૩ કોગ્રેસના ઉમેદવારો જીત્યા હતા.સરસ્વતી તાલુકા પંચાયત ની ૨૪ બેઠકો માથી ૧૨ ભાજપ અને ૧૨ કોગ્રેસે હાંસલ કરી હતી. સિધ્ધપુર તા. પં. ની ૨૨ બેઠકોમાથી ભાજપે ૭ કોગ્રેસે ૧૪ અને ૧ બેઠક પર અપક્ષ ઉમેદવાર ની જીત થઇ હતી.ચાણસ્મા તા. પં. ની ૧૮ બેઠકો પૈકી ૧૨ ભાજપ અને ૬ બેઠક કોગ્રેસે અંકે કરી હતી.હારીજ તા. પં. ની ૧૬ બેઠક પૈકી ૧ બેઠક ખાલી રહેતા ૧૫ બેઠક ની યોજાયેલી ચૂંટણીમાં ૧૩  બેઠક પર ભાજપ અને ૨ બેઠક પર કોગ્રેસે બાજી જીતી હતી.સમી તા. પં. ની ૧૮ બેઠક પૈકી ૧ બિનહરીફ બેઠક ને બાદ કરતાં  ૧૪ બેઠક પર ભાજપ, ૨ બેઠક પર કોગ્રેસ અને ૧ બેઠક પર આપ ના ઉમેદવારની જીત થઇ હતી. શંખેશ્વર તા. પં. ની ૧૬ બેઠકો મા૧ બેઠક બિનહરીફ જયારે  ૧૧ બેઠક ભાજપ અને ૧ બેઠક પર કોગ્રેસ ઉમેદવાર વિજય બન્યાં હતાં. રાધનપુર તા. પં. ની ૧૮ બેઠક પૈકી ૨ બેઠક બિનહરીફ બની હતી જયારે ૧૪ બેઠક પર ભાજપ અને ૨ બેઠક પર કોગ્રેસ ઉમેદવારે જીત હાંસલ કરી હતી. સાંતલપુર તા. પં. ની ૧૮ બેઠકો પૈકી ૧૨ બેઠકો પર ભાજપ અને ૬ બેઠકો પર કોગ્રેસ ઉમેદવારે જીત મેળવી હતી. 

જયારે પાટણ નગર પાલિકા ના ૧૧ વોડૅ ની ૪૪ બેઠકો પૈકી ૨૪ બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા હતા જયારે ૧૭ બેઠકો પર કોગ્રેસ ના ઉમેદવારો એ જીત હાંસલ કરી હતી તો ૩ અપક્ષ ઉમેદવારો પણ જીત્યા છે. તો સિધ્ધપુર નગર પાલિકા ની ૩૬ બેઠકો પૈકી ૩ બેઠકો બિનહરીફ થતાં ૩૩ બેઠકો પૈકી ૨૩ બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા હતા જયારે ૬ બેઠકો પર કોગ્રેસ ઉમેદવારો એ જીત મેળવી હતી જયારે ૪ બેઠકો પર અપક્ષ ઉમેદવારો એ જીત હાંસલ કરી હતી.તો રાધનપુર નગરપાલિકા ની વોડૅ નં ૨ ની પેટા ચૂંટણીમાં  ભાજપના ૪ ઉમેદવારોએ જીત મેળવી  હતી. પાટણ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ડીજેના તાલે અબીલ ગુલાલ ની છોળો અને આતશબાજી વચ્ચે જીતનો જશ્ન મનાવ્યો હતો. પાટણ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુટણીમાં ગત ટમૅ કરતાં ચાલુ ટમૅ મા કોગ્રેસ નું પ્રભુત્વ વધ્યું હોય જેનો ફાયદો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મળશે તેવી કોગ્રેસ ના આગેવાનો એ આશા વ્યકત કરી હતી.

સંબંધિત સમાચાર