રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 સપ્ટેમ્બર, 2026| Super Admin

ડીસાના વડાવળ પાસે સામાન્ય બાબતે બઘડાટી: ગાયો સાઈડમાં લેવા મુદ્દે થયેલા હુમલામાં ૪ ઈજાગ્રસ્ત

ડીસાના વડાવળ પાસે સામાન્ય બાબતે બઘડાટી: ગાયો સાઈડમાં લેવા મુદ્દે થયેલા હુમલામાં ૪ ઈજાગ્રસ્ત

ડીસા તાલુકાના વડાવળ-ઢેઢાલ રોડ પર આવેલા કૂવા નજીક ગાયો સાઈડમાં ખસેડવા બાબતે બોલાચાલી થતાં ૪ જેટલા પશુપાલકો અને તેમના સાગરીતોએ મળી એક જ પરિવારના સભ્યો પર ધારીયા અને કડીવાળી લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને માથાના ભાગે ૧૧ જેટલા ટાંકા આવ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકોને પણ ઈજાઓ પહોંચતા તમામ સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

​મળતી માહિતી મુજબ, વડાવળ ખાતે રહી ખેતીકામ કરતા રસિકભાઈ અશોકભાઈ માળી (ઉં.વ. ૩૪) પોતાના માતા નર્મદાબેન અને કાકાના દીકરા અનિલભાઈ સાથે માલગઢ ગામે હવન પ્રસંગમાં હાજરી આપી પોતાની ગાડી લઈને પરત ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન વડાવળ નજીક રસ્તામાં ગાયો ચરતી હોવાથી તેમણે ગાયો ચરાવતા શૈલેષ નામના ગોવાળને ગાયો સાઈડમાં લેવા વિનંતી કરી હતી.

​આ બાબતે ઉશ્કેરાઈ ગયેલા શૈલેષ નામના શખ્સે ગાળાગાળી કરી "તારા બાપનો રસ્તો છે" તેમ કહી તકરાર કરી હતી. રસિકભાઈ ગાડીમાંથી નીચે ઉતરતા જ શૈલેષે પોતાની પાસે રહેલા ધારીયા વડે માથાના ડાબી બાજુના ભાગે ઘા મારી દીધો હતો. તે દરમિયાન તેની સાથે રહેલા અંકા ભરવાડ નામના શખ્સે લોખંડની કડીવાળી લાકડી વડે કપાળ અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત અન્ય બે થી ચાર અજાણ્યા શખ્સોએ આવી રસિકભાઈ, તેમના માતા નર્મદાબેન, અનિલભાઈ તથા વચગાળામાં છોડાવવા પડેલા ફોઈના દીકરા વસંતકુમાર પર લાકડીઓ વડે હુમલો કરી માર માર્યો હતો.​ ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રસિકભાઈને માથા અને કપાળના ભાગે મળીને કુલ ૧૧ ટાંકા આવ્યા છે. ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત રસિકભાઈ માળીએ હોસ્પિટલના બિછાનેથી શૈલેષ, અંકા ભરવાડ તથા અન્ય અજાણ્યા શખ્સો સામે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર