ભાભર તાલુકા આંગણવાડી કાર્યકર ચોથા દિવસે હડતાલ યથાવત

બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોરને રજૂઆત કરવામાં આવી
ભાભર તાલુકામાં આંગણવાડી કાર્યકરો અને તેના તેડાઘર બહેનોએ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અચોક્કસ મુદતની હડતાલ આજે ચોથા દિવસે પણ ચાલુ રાખી છે. ભાભર મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ રામધૂન બોલાવી અને વિરોધ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ જે પગાર આપવાનું કહ્યું છે એ પ્રમાણે પગાર આપવાનું ઓનલાઇન યા ઓફ્લાઈન બે માંથી એક કામ આપો ફક્ત અને ફક્ત પૂર્વ શિક્ષણ આપવાનું નવી યોજનાઓ અમને ના આપે એવી માંગણી કરી હતી.
જેમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને આંગણવાડી કાર્યકરોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. અને પગાર વધારાની માગણી કરી હતી. આગણવાડી કાર્યકરોએ મામલતદારને પણ પોતાની વેદના કંઈ હતી. મામલતદાર પણ હાજર રહ્યા હતા. અને ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે હું આ બાબતે સંસદમાં રજૂઆત કરીશ તેવું જણાવ્યું હતું.
ટેગ્સ:#Banaskantha#bhabhar#High Court Order#Anganwadi Workers#Mamlatdar#Geniben Thakor#housekeeper sisters
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
4 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
4 દિવસ પહેલા
