રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પડતર માંગણીઓને લઈને બૃહદ બનાસકાંઠાના કર્મીઓ હડતાળના માર્ગે..!

પડતર માંગણીઓને લઈને બૃહદ બનાસકાંઠાના કર્મીઓ હડતાળના માર્ગે..!

અરજીઓનો નિકાલ અટક્યો:જમીન માપણી, હિસ્સા માપણી અને રેકોર્ડની કામગીરી ખોરવાતા ખેડૂતો- અરજદારો પરેશાન

પડતર માંગણીઓને લઈને લાંબા સમયથી રજૂઆતો છતાં કોઈ ઉકેલ નહીં આવતા જમીન દફતર કચેરીના વર્ગ-3 કર્મચારીઓએ આખરે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. બનાસકાંઠા તથા વાવ-થરાદ જિલ્લા સહિત રાજ્યભરના કર્મચારીઓ સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતાં જમીન માપણી અને જમીન રેકોર્ડને લગતી કામગીરી પર સીધી અસર પડી છે.

બનાસકાંઠા અને વાવ-થરાદની જમીન દફતર કચેરીમાં દરરોજની 150થી વધુ અરજીઓ આવતી હોવાનું જાણવા મળે છે. સામાન્ય સ્થિતિમાં પણ ઉપલબ્ધ આશરે 70 કર્મચારી ઓ દ્વારા અરજીઓના નિકાલમાં 10 થી 20 દિવસનો સમય લાગી રહ્યો હતો. હવે હડતાળના કારણે કામગીરી સંપૂર્ણપણે પ્રભાવિત થતાં અરજીઓનો પેન્ડિંગ બોજ સતત વધવાની શક્યતા છે.

 એક તરફ કર્મચારીઓ પાંચ વર્ષ જૂની માંગણીઓના નિરાકરણની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ હડતાળના કારણે જમીન સંબંધિત કામગીરી માટે કચેરીના ધક્કા ખાતા ખેડૂતો અને અરજદારોની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે સરકાર કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે શું નિર્ણય લે છે અને કચેરીની કામગીરી ક્યારે ફરી ધમધમતી થાય છે. તેના પર સૌની નજર છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર