ગતરોજ વાવ માર્કેટયાર્ડ ખાતે વાવ થરાદ જિલ્લાના નવા નવયુક્ત ભાજપ પ્રમુખ એવા ડો.નરેશભાઈ ઠાકોરનો સન્માન કાર્યક્રમ અને પરિચય બેઠક યોજાઇ હતી. જે પસંગે વાવ તાલુકા ભાજપ સંગઠનના પદાધિકારી મિત્રો કાર્યકર મીત્રો તેમજ પાર્ટી ના અગ્રણી મિત્રો હાજર રહ્યા હતા. જેમાં વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.નરેશ ભાઈ ઠાકોરનું સાલ ઓઢાડીને તેમજ સાફો પહેરાવી સન્માન કરાયું હતું. ત્યારબાદ બેઠકમાં હાજર રહેલા દરેક મિત્રોએ પોતાનો પરિચય આપ્યો હતો. વધુમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો.નરેશભાઈ ઠાકોરે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દરેક કાર્યકર મિત્રોએ ખભેથી ખભો મિલાવી વાવ-થરાદ જિલ્લા પંચાયત ઉપર કેસરિયો ફરકાવવાનું જણાવ્યું હતું. જે પસંગે બહોળી સંખ્યામાં કાર્યકર મિત્રો તેમજ સંગઠનના પદાધિકારી મિત્રો તેમજ અગ્રણી મિત્રો હાજર રહ્યા હતા.
વાવ માર્કેટયાર્ડ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ અને પરિચય બેઠક યોજાઈ

સંબંધિત સમાચાર
વાવ-થરાદકાંકરેજ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા ભારતીય કિસાન સંઘનું આવેદનપત્ર
18 કલાક પહેલા
વાવ-થરાદવાવ પોલીસ દ્વારા ખાસ એન્ટ્રી ટેરર સિક્યુરિટી અંતર્ગતની મોર્કડ્રિલ યોજાઈ
19 કલાક પહેલા
વાવ-થરાદવાવ થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
20 કલાક પહેલા
વાવ-થરાદચુસ્ત પોલીસ પેટ્રોલિંગ: પોક્સોના ગુનેગારોને ત્વરિત ઝડપી પાડતી વાવ પોલીસ
2 દિવસ પહેલા
