પાટણ યુનિ.સંલગ્ન 14 કોલેજોને યુનિવર્સિટી દ્વારા નિયમ ભંગ બદલ ખુલાસા રજૂ કરવા માટે નોટિસ અપાશે

યુનિવર્સિટી બોડૅ ઓફ મેનેજમેન્ટ ની બેઠકમાં નિણૅય લેવાયો
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ ની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠક મળી હતી. જેમાં મુખ્યત્વે વહીવટી નિર્ણયો સાથે કોલેજો સામે આવેલી રજૂઆતો અને અહેવાલ અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં એક કોલેજને વિદ્યાર્થીની પરીક્ષામાં બેદરકારી બદલ 10,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ ઉપરાંત યુનિવર્સિટી સંલગ્ન 14 કોલેજો સામે ગેરરીતિઓ અંગે આવેલી રજૂઆત અનુસંધાન કરાયેલ તપાસના રિપોર્ટ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જે અનુસંધાન કોલેજોને પોતાનો અભિપ્રાય રજૂ કરવા માટે નોટિસ આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.યુનિવર્સિટી સંલગ્ન 14 જેટલી કોલેજોમાં વિવિધ નિયમ ભંગ અને ગેરરીતી બદલની ફરિયાદો આવતા યુનિવર્સિટી દ્વારા કમિટી રચી તપાસ સોંપવામાં આવી હતી.કમિટી દ્વારા કરાયેલા તપાસ નો રિપોર્ટ કમિટીમાં રજૂ થયો હતો કમિટી દ્વારા રિપોર્ટ અનુસાર કાર્યવાહી માટે 14 કોલેજોને પોતાનો ખુલાસો રજુ કરવા માટે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.આ બેઠકમાં રજીસ્ટ્રાર ડૉ. રોહિતભાઇ દેસાઈ સહિતના સભ્યો હાજર રહ્યાં હતાં.
ટેગ્સ:#Examination#chairmanship#Patan University#Rule Violations#vice-chancellor#affiliated#14 colleges#University Board of Management
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
21 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
21 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
