રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા20 જૂન, 2026| Super Admin

ડીસામાં પશુ તસ્કરો બેફામ, જીવદયા પ્રેમીઓ ઉપર જીવલેણ હુમલો

ડીસામાં પશુ તસ્કરો બેફામ, જીવદયા પ્રેમીઓ ઉપર જીવલેણ હુમલો

પોલીસ દ્વારા હુમલાખોરોને ઝડપવાના ચક્રો ગતિમાન

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ડીસાના દીપક હોટલ સર્કલ પાસે પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા ગયેલા જીવદયા પ્રેમીઓ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.​

મળતી માહિતી મુજબ, ડીસાના દીપક હોટલ સર્કલ પાસેથી પશુઓની ક્રૂરતાપૂર્વક અને ગેરકાયદેસર હેરાફેરી થઈ રહી હોવાની આશંકાના આધારે સ્થાનિક જીવદયા પ્રેમીઓ ત્યાં પહોંચ્યા હતા. અને પશુ ભરેલા વાહનોને અટકાવવાનો પ્રયાસ કરતા જ, પશુઓની હેરાફેરી કરતા અસામાજિક શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે એક સંપ થઈને જીવદયા પ્રેમીઓ પર લાકડીઓ અને અન્ય હથિયારો વડે ઘાતક હુમલો કરી દીધો હતો.​આ હુમલામાં કેટલાક જીવદયા પ્રેમીઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. ઘટના બનતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

મૂંગા પશુઓનો જીવ બચાવવા માટે સતત કાર્યરત રહેતા જીવદયા પ્રેમીઓ પર આ પ્રકારે સરાજાહેર હુમલો થતાં જ અન્ય જીવદયા સંગઠનો અને ગૌભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જીવદયા પ્રેમીઓએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને હુમલો કરનારા તમામ શખ્સો સામે તાત્કાલિક કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ અને હુમલાખોરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

ટેગ્સ:#Banaskantha#Deesa

સંબંધિત સમાચાર