રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓની અટવાયેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVP મેદાનમાં

બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓની અટવાયેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVP મેદાનમાં

એબીવીપી દ્વારા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર અપાયું

બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થી ઓની શિષ્યવૃત્તિની અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ રહેતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને શિષ્ય વૃત્તિની રકમ વહેલી તકે ચૂકવવાની માંગ સાથે અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. દરમિયાન મોટી સંખ્યામાં એકત્રિત થયેલા વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં ABVP કાર્યકરોએ અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી વિદ્યાર્થીઓની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી હતી.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા પાત્ર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ની અરજીઓ વિવિધ કારણો સર લાંબા સમયથી પેન્ડિંગ છે. જેના કારણે શિષ્યવૃત્તિ પર નિર્ભર વિદ્યાર્થીઓને અભ્યાસ ના ખર્ચ સહિતની આર્થિક જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલી પડી રહી છે.

વિદ્યાર્થીઓએ તંત્ર સમક્ષ પેન્ડિંગ અરજીઓનો તાત્કાલિક નિકાલ કરી લાયક અને પાત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ ઝડપથી ચૂકવવાની માંગ કરી હતી. સાથે જ શિષ્યવૃત્તિ સંબંધિત સમસ્યાનો કાયમી ઉકેલ લાવી વિદ્યાર્થીઓને સમયસર સહાય મળી રહે તેવી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર