રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ચાણસ્મા તાલુકા પંચાયત કચેરી ખાતે આવકના દાખલા માટે અરજદારોનો ધસારો

ચાણસ્મા તાલુકા પંચાયત કચેરી ખાતે આવકના દાખલા માટે અરજદારોનો ધસારો

સરકારી યોજનાઓ અને શૈક્ષણિક પ્રવેશ માટે આવક નો દાખલો જરૂરી હોય લોકોએ દાખલો મેળવવા લાઈનો લગાવી 

ચાણસ્મા તાલુકા પંચાયત કચેરી ખાતે આવકના દાખલા મેળવવા માટે અરજદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સરકારી યોજનાઓ, શૈક્ષણિક પ્રવેશ અને બેંક લોન જેવી વિવિધ જરૂરિયાતો માટે આ દાખલા અનિવાર્ય હોવાથી ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.આવકનો દાખલો મેળવવા માટે અરજદારોએ સૌપ્રથમ મામલતદાર કચેરીના જનસુવિધા કેન્દ્રમાં સોગંદનામા સાથે ફોર્મ ભરવું પડે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તે ફોર્મ તાલુકા પંચાયતમાં રજૂ કરવાનું હોય છે.તાલુકા પંચાયતમાં ફોર્મની ચકાસણી અને સહી કર્યા બાદ, તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા અરજદારને આવકનો દાખલો આપવામાં આવે છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામીણ વિસ્તારના અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેનાથી અરજદારો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Chanasma

સંબંધિત સમાચાર