રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણની રુવાવી સુજલામ સુફલામ ક્ષતિગ્રસ્ત કેનાલનું સમારકામ કરવા રજૂઆત કરાઈ

પાટણની રુવાવી સુજલામ સુફલામ ક્ષતિગ્રસ્ત કેનાલનું સમારકામ કરવા રજૂઆત કરાઈ

ખેડૂતોને સિંચાઈના પાણીની મુશ્કેલી ટાળવા ઈજનેરને પત્ર લખ્યો

પાટણ તાલુકાના રુવાવી ગામમાંથી પસાર થતી અને ક્ષતિગ્રસ્ત બનેલ સુજલામ સુફલામ કેનાલના સમારકામ માટે રજૂઆત કરવામાં આવી છે. પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા વિસનગરના સુજલામ સુફલામ વિભાગ-8ના કાર્યપાલક ઈજનેરને આ અંગે લેખિત પત્ર લખી રજૂઆત કરી છે.કેનાલની ક્ષતિગ્રસ્ત સ્થિતિને કારણે ખેડૂતોને સિંચાઈના પાણીના વહનમાં અડચણ ઊભી થવાની શક્યતાઓ રહેલી હોય પાણીનો વ્યય થવાની અને સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

આ બાબતે રુવાવી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પણ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. તેમની રજૂઆતના આધારે પાટણ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન અને પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા વિસનગર સંબંધિત વિભાગ સમક્ષ આ પ્રશ્ન ઉઠાવી કાર્યપાલક ઈજનેરને કેનાલની ક્ષતિગ્રસ્ત જગ્યાઓની તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ જરૂરી સમારકામ શરૂ કરવા જણાવ્યું છે, જેથી ખેડૂતોની સિંચાઈ માટે પાણીની સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર