ડીસામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે એક શખ્સ ઝડપાયો

ફીરકીઓ અમદાવાદથી લાવી હોવાની કબૂલાત
ઉત્તરાયણના તહેવાર પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસે લાલ આંખ કરી છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન વેલુનગર વિસ્તારમાં આવેલી એક પતંગની દુકાનમાંથી ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની ૪૫ ફિરકીઓ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ડીસા દક્ષિણ પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વેલુનગર સપના પાર્લર પાસે આવેલી પતંગની દુકાનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે.
પોલીસે પંચોને સાથે રાખી દુકાન પર દરોડો પાડતા દુકાનદાર કનુભાઈ અરજણભાઇ દેવીપુજક હાજર મળી આવ્યો હતો. દુકાનની તપાસ કરતા બહારના ભાગે પતંગો નીચે છુપાવેલ એક પુઠાનું બોક્સ અને પ્લાસ્ટિકના કટ્ટામાંથી 'મોનો સ્કાય' અને 'મોનો ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ' લખેલી ચાઇનીઝ દોરીની કુલ ૪૫ ફિરકીઓ મળી આવી હતી. પોલીસે અંદાજે રૂ.૪૫,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી, જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ આ જથ્થો અમદાવાદથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
14 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
