ડીસા-પાટણ રોડ પર માણેકપુરા પાટીયા નજીક આવેલ રામાપીરના મંદિર પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં બે ગાડીઓ સામસામે ટકરાતા ગંભીર અકસ્માત થયો હતો.બંને કારની ટક્કર એટલી જોરદાર હતી કે તેમાં સવાર ત્રણ જેટલા લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત ત્રણેય લોકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી.
ડીસા-પાટણ રોડ પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ત્રણ લોકોને ઇજા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાલાખણી તાલુકા બાર એસોસિએશનનો ભાડા વિધેયક ૨૦૨૬ નો વિરોધ
17 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના બે યુવાનોની અદભૂત દોડ સિદ્ધિ: ઉત્સાહી રનર્સે ડંકો વગાડ્યો
18 કલાક પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે વિશ્વ હાર્ટ દિવસ નિમિત્તે CPR તાલીમનું આયોજન
18 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
3 દિવસ પહેલા
