રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જોટાણાના મેમદપુરામાં ખેતરમાંથી પસાર થવા જેવી નજીવી બાબતે પરિવાર પર ઘાતક હુમલો

જોટાણાના મેમદપુરામાં ખેતરમાંથી પસાર થવા જેવી નજીવી બાબતે પરિવાર પર ઘાતક હુમલો

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મેમદપુરા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં માત્ર ખેતરમાંથી ચાલવા જેવી એકદમ સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પરિણામે એક પરિવાર પર કેટલાક શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ નાની તકરારે હિંસક રૂપ લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાની વિગત મુજબ, પીડિત પરિવાર પોતાના ઘરમાં શાંતિથી જમવા બેઠો હતો ત્યારે જ આ હુમલો થયો હતો. પિતા-પુત્ર સહિત ચાર જેટલા હુમલાખોરો અચાનક તલવાર અને ધારીયા જેવા ઘાતક હથિયારો લઈને પરિવાર પર તૂટી પડ્યા હતા. આ હિંસક મારામારીમાં પરિવારને બચાવવા વચ્ચે પડેલી એક પાડોશી મહિલાને પણ નિશાન બનાવવામાં આવી હતી અને તેના કપાળના ભાગે તલવારનો ગંભીર ઘા ઝીંકી દેવાયો હતો.

આ લોહિયાળ ધીંગાણામાં પરિવારના પતિ, પુત્ર, કાકી અને ભત્રીજી તેમજ પાડોશી મહિલા સહિત કુલ પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. સમગ્ર બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાંથલ પોલીસે તાત્કાલિક ધોરણે તમામ હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આગળની સઘન તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#mahesana

સંબંધિત સમાચાર