રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા15 જાન્યુઆરી, 2025| Super Admin

અમીરગઢમાં ઘાસના આડમાં સંતાડેલ 22 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

અમીરગઢમાં ઘાસના આડમાં સંતાડેલ 22 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

સરહદી રેન્જ ભુજ-કચ્છના IG ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસને મળેલી બાતમીના આધારે અમીરગઢ વિસ્તારના ધનપુરા ગામના પાટીયા પાસેથી એક શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરવામાં આવી હતી. ટાટા કંપનીના મિની ટ્રક (નંબર RJ-04-GA-6833)માં ઘાસના પૂળાની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થામાં કુલ 385 પેટી અને 6,600 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹22.35 લાખ આંકવામાં આવી છે. પોલીસે ટ્રક સહિત કુલ ₹32.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં ટ્રકના ચાલક વિનોદકુમાર મુસારામ ગુજ્જર (રહે. પુરન્નગર, તા. કોટપુતલી, જિ. જયપુર, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે. અમીરગઢ પોલીસ મથકે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર