પાટણમાં શહેરની વધતી વસ્તીને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે 24 કરોડના ખર્ચે ખાન સરોવર પાસે 20 MLD નો ફિલ્ટર પ્લાન્ટ અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટ મંજૂર કર્યો, પણ કામ પૂરું થવાના આરે હોવું જોઈતું હતું. ત્યાં હજુ જગ્યા મેળવવામાં જ તંત્રનો દમ નીકળી રહ્યા છે. 30 મહિનાની સમય મર્યાદામાંથી 22 મહિના વીતી ગયા હોવા છતાં હજુ જમીન મળી નથી. જેને લઈ પ્રોજેક્ટ વિલંબમાં મુકાયો છે. પાલિકા દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા માટે 24 કરોડના પ્રોજેક્ટમાં સિદ્ધિ સરોવર પાસે ફિલ્ટર પ્લાન્ટ માટે 20,000 ચો.મી. જેવી વિશાળ જમીનની જરૂર છે, જેની ફાઈલ સીટી સર્વે ઓફિસમાં ધૂળ ખાઈ રહી છે. બીજી તરફ, રોટરી નગરની ટાંકી માટે હજુ સુધી પ્લોટ પણ ફાઈનલ થયો નથી. જો 73% સમય વીતી ગયા પછી પણ જમીન ન મળી હોય,તો બાકીના 8 મહિનામાં કામ પૂરું થવું શક્ય નથી. ઉપરાંત શહેરમાં માતરવાડી ખાતેની ટાંકીનું કામ પૂરું થઈ ગયું છે. અને તિરૂપતિ વિસ્તારમાં 90% કામગીરી પૂર્ણ થઈ છે. પરંતુ, અસલી પડકાર સિદ્ધિ સરોવર અને રોટરી નગરમાં છે.
પાટણમાં 24 કરોડના પાણીના પ્રોજેક્ટ માટે પાલિકા જમીન સંપાદન ન કરી શકતા પ્રોજેક્ટ વિલંબમાં મૂકાયો

સંબંધિત સમાચાર
પાટણપાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
2 દિવસ પહેલા
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
2 દિવસ પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
2 દિવસ પહેલા
