આજ રોજ ભાભર મુકામે ખરીદી કરવા આવેલ મહિલાની નથડી ઝૂંટવી એક ઇસમ ભાગતા લોકોએ પીછો કરીને પકડી પાડ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ ભાભરના ભરચક લાટી બજારમાં તીર્થગામની મહિલા ખરીદી કરવા અર્થે ભાભર આવેલ. જેમાં લાટી બજારમાં એક ઇસમ દ્વારા તેના નાકમાં પહેરેલ નથડી ખેંચી ભાગવા લાગેલ.જેથી મહિલા દ્વારા બુમાબુમ કરાતા નજીકમાં ઉભેલા દેથળી ગામના સાદુળજીએ નથડી લઈ ભાગતા ઇસમને પકડી એકસો બારને ફોન કરતાં તાત્કાલિક પોલીસ વાન સહિત પોલીસ સ્ટાફ દોડી આવી નથડી ઝૂંટવનાર ઈસમને પકડી ભાભર પોલીસ મથકે લઈ ગયેલ.જ્યાં ઈસમની પૂછપરછ કરતા તેનું નામ ભુરાજી હાહજી ઠાકોર (રહે. ચેમ્બુવા તા.ભાભર) હોવાનું જાણવા મળેલ.ભાભર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.તેમજ ચોર ઈસમને ઝડપી પાડતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાભરની ભર બજારમાં નથડી ઝૂંટવી ભાગતો ઈસમ ઝડપાયો

ટેગ્સ:#bhabhar
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં પોલીસને મોટી સફળતા : ચોરીની શંકાસ્પદ ઈકો ગાડી સાથે એક ઈસમ ઝડપાયો
3 દિવસ પહેલા
બનાસકાંઠાચૂંટણી પહેલાં પોલીસ એક્શન મોડમાં : પાલનપુર એરોમાં સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ
3 દિવસ પહેલા
બનાસકાંઠાગાંધીનગર સાયબર સેન્ટરનું મોટું ઓપરેશન : આંતરરાજ્ય સાયબર ગેંગનો પર્દાફાશ, પાલનપુરના 2 સહિત 16 આરોપીઓને ઝડપી પાડ્યા
3 દિવસ પહેલા
બનાસકાંઠાવડગામમાં ચૂંટણીનો ગરમાવો : ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો, જિ.પં.માં 34 અને તા.પં.માં 101 ફોર્મ ભરાયા
5 દિવસ પહેલા
