પાટણ જિલ્લામાં તા.14 માર્ચે લોક અદાલત યોજાશે

સમાધાન લાયક કેસોનો નિકાલ થશે
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ,દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ,ગુજરાત હાઈકોર્ટ,અમદાવાદના નિર્દેશન હેઠળ પાટણ જિલ્લા તથા તાલુકાઓની તમામ કોર્ટોમાં 14 માર્ચ, 2026ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાટણ અને તેની તાબાની તમામ તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા આ અદાલતનું આયોજન ચેરમેન-વ-મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પ્રશાંત એચ.શેઠના માર્ગદર્શન હેઠળ કરાયું છે.આ લોક અદાલતનો મુખ્ય હેતુ 'ન્યાય સર્વના માટે' સૂત્રને સાર્થક કરવાનો છે, જેથી જિલ્લાના તમામ પક્ષકારોને તેનો લાભ મળી શકે. આ અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટને લગતા કેસો, વાહન અકસ્માતને લગતાકેસો,મજૂર તકરારને લગતાકેસો,લગ્નજીવન તકરાર કે પરિવાર તકરારને લગતા કેસો,બેંકને લગતા,જમીન વળતરને લગતા કે અન્ય દાવાઓ તેમજ દીવાની કેસો સહિત તમામ પ્રકારના સમાધાન લાયક કેસો મૂકી શકાય છે.
ઉપરાંત, પ્રી-લીટીગેશન કેસો એટલે કે જે કેસો કોર્ટમાં દાખલ થયા ન હોય પરંતુ પક્ષકારો વચ્ચે તકરાર હોય, તેવી તકરારોના કોર્ટમાં કેસ આવે તે પહેલા સુખદ નિકાલ લાવવા માટે પણ લોક અદાલતમાં પતાવટ કરવામાં આવશે.જે કોઈ વ્યક્તિ કોર્ટમાં ચાલતા આવા કોઈ પણ પ્રકારના સમાધાનના કેસો આ નેશનલ લોક અદાલતમાં મૂકવા માંગતા હોય, તેઓ પોતે કે પોતાના વકીલો મારફત સંબંધિત અદાલતમાં પોતાના કેસો મૂકી શકે છે. આ માટે તેમણે સંબંધિત જિલ્લાની કોર્ટો કે તાલુકાની કોર્ટોનો સંપર્ક કરવા પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી આર.એ. નાગોરીએ જણાવ્યું છે.
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
1 દિવસ પહેલા
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
1 દિવસ પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
1 દિવસ પહેલા
પાટણપાટણ : "પહેલા રોડ-રસ્તા બનાવો પછી જ મત આપશું", ચિત્રકૂટ સોસાયટીનો મક્કમ નિર્ધાર
2 દિવસ પહેલા
