પાટણ શહેરમાં નવરાત્રીના સૌથી મોટા ત્રણ આયોજન કરવામાં આવેલ છે જેમાં પાટણ ઉંઝા હાઈવે માગૅ પર આવેલ ખોડાબા હોલ ખાતે હેરિટેજ ગ્રુપ, પાંજરાપોળ ખાતે રોટરી ક્લબ તથા પારેવા સર્કલ પાસે માધવ ફાર્મમાં નવરાત્રી આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ફાયર વિભાગના નવરાત્રી આયોજન કરતા આયોજકો ફાયર સેફટી માટે મંડપ-પંડાલ સ્કૂલ, હોસ્પિટલ, જવલનશીલ પદાર્થના ગોડાઉન, ઈલેક્ટ્રીક સબ સ્ટેશન અને હાઈટેન્શન લાઇનથી દૂર બનાવવાના સુચિત કરવામાં આવ્યા છે.તો બે સ્ટ્રક્ચર વચ્ચે ઓછામાં ઓછું બે મીટરનું અંતર ફરજિયાત રહેશે. પંડાલની ક્ષમતા મુજબ જ લોકોને પ્રવેશ આપવામાં આવશે અને વ્યક્તિદીઠ ઓછામાં ઓછી એક ચો.મી. જગ્યા રાખવી પડશે. નવરાત્રી આયોજકોને ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.તેમાં તમામ જરૂરી વિગતો, ફાયર સેફ્ટી સાધનોના ફોટા, ઈલેક્ટ્રીકલ સર્ટિફિકેટ અને સ્ટેજ સ્ટેબિલિટી સર્ટિફિકેટ અપલોડ કર્યા બાદ જ ટેમ્પરરી ફાયર NOC અપાશે. નિયમોનું પાલન ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેવું પાટણ ફાયર ઓફિસર સ્નેહલ મોદીએ જણાવ્યું હતું.
પાટણમાં નવરાત્રિમાં ફાયર નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

સંબંધિત સમાચાર
પાટણપાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
2 દિવસ પહેલા
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
2 દિવસ પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
2 દિવસ પહેલા
