બનાસકાંઠા એલસીબી પોલીસે દાંતીવાડા વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વાવધરાથી ડેરી રોડ પર નાકાબંધી દરમિયાન પોલીસે બ્રેઝા ગાડી નંબર GJ09BG4389માંથી 6.01 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરની 1611 બોટલ જપ્ત કરી છે. આરોપી કિશનભાઈ મોહનભાઈ માળી (રહે. અટાલ, દાંતીવાડા)ને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે બે મોબાઇલ ફોન (કિંમત રૂ. 50,000) અને બ્રેઝા ગાડી (કિંમત રૂ. 6.50 લાખ) સહિત કુલ રૂ. 13.01 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસમાં ગુલાબસિંહ વાઘેલા, ચેહરસિંહ વાઘેલા (બંને રહે. રામનગર), ગણપતસિંહ દેવડા (રહે. પાદર, રેવદર), સુનીલસિંહ ઝાલા (રહે. કમલપુર, વિસનગર), સીતુસિંહ વાઘેલા અને નિર્વણસિંહ વાઘેલા (બંને રહે. રામનગર) ફરાર છે. આરોપીઓએ રાજસ્થાનના ભેરૂગઢથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું કાવતરું રચ્યું હતું. બનાસકાંઠા એસપી અક્ષયરાજના માર્ગદર્શન અને એલસીબી પીઆઈ એ.વી. દેસાઈના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.