રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ30 જાન્યુઆરી, 2026| Super Admin

રાધનપુરમાં જૂની અદાવતમાં વકીલ પરિવાર પર હથિયારોથી હુમલો કરાયો

રાધનપુરમાં જૂની અદાવતમાં વકીલ પરિવાર પર હથિયારોથી હુમલો કરાયો
રાધનપુર વકીલ મંડળે બનાવને સખ્ત શબ્દોમાં વખોડી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રાધનપુરના જૈન બોર્ડિંગ વિસ્તારમાં રહેતા વકીલ આશીફ ધાંચી અને તેમના પરિવાર પર જૂની અદાવત રાખી સાત શખ્સોtreatmentએ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પરિવારના સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટના તા.29 જાન્યુઆરી 2026ના રોજ બપોરે બની હતી, જ્યારે વકીલ આશીફભાઈ કોર્ટથી ઘરે જમવા જઈ રહ્યા હતા. જૈન બોર્ડિંગ પાસે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેમની કાર નં.GJ-24-BV-5446 પર પથ્થર મારો કરી કાચ તોડી નાખ્યા હતા. આશીફભાઈએ 112 પર ફોન કરીને મદદ માંગી હતી.વકીલના પુત્ર અલીભાઈ અને ભાઈ અસલમભાઈ ઘટના સ્થળે પહોંચતા સાતેય આરોપીઓએ એક સંપ થઈ તેમને જાનથી મારી નાખવાના ઈરાદે પાઈપ, લાકડી અને છરી જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં આશીફભાઈ અને અસલમભાઈને હાથે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી,જ્યારે અસલમભાઈને ગાલના ભાગે છરી વાગી હતી જેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 દ્રારા ખસેડવામાં આવ્યા હતા. આ મામલે રાધનપુર પોલીસ મથકે મયુદીન ધાંચી, અરસદ ધાંચી, ઈરફાન ધાંચી,વસીમ ધાંચી, રહીમ ધાંચી, રૂકશાના ધાંચી અને સલમા ધાંચી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હુમલા પાછળ અગાઉ વકીલની ભત્રીજીએ કરેલી ફરિયાદનું મનદુઃખ કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે.તો વકીલ પરિવાર થયેલા હુમલાને રાધનપુર વકીલ મંડળે શખત શબ્દોમાં વખોડી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ કરી છે.

સંબંધિત સમાચાર