રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા16 જાન્યુઆરી, 2025| Super Admin

મહેસાણામાં વિકલાંગ બાળકો સાથે પતંગોત્સવ ઉજવાયો

મહેસાણામાં વિકલાંગ બાળકો સાથે પતંગોત્સવ ઉજવાયો

મહેસાણામાં દિવા'સ ટ્રસ્ટ દ્વારા શહેરના શારીરિક અને માનસિક વિકલાંગ બાળકો માટે પતંગોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Diva's ટ્રસ્ટ દ્વારા મહેસાણા શહેર ના માનસિક અને શારીરિક વિકલાંગ બાળકો સાથે પતંગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મહેસાણા શહેરના અનેક વિકલાંગ બાળકોએ હરખભેર ભાગ લઈ વિવિધ પ્રકારની પતંગો ઉડાવી આનંદ મેળવ્યો હતો. આ પ્રસંગે મહેસાણા શહેરની દિશા ડે સ્કૂલ, બહેરા મૂંગા બાળકોની શાળા, શિવગંગા વિદ્યાલયના બાળકો તથા ડીવાઈન ચાઈલ્ડ સ્કૂલના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જ્યાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગોપાત પ્રવચન કર્યા બાદ વિકલાંગ બાળકોને પતંગો અને દોરીની ભેંત પણ આપવામાં આવી હતી. ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમનું આયોજન મહેસાણાના પ્રસિદ્ધ સમાજસેવી આસ્થા દવે ના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતા અને સુચારુ સંચાલન બદલ આસ્થા દવેએ ઉપસ્થિત સૌ મહાનુભાવુ, વિવિધ શાળાઓના વિકલાંગ બાળકો, શાળા સંચાલકો તેમજ શહેરીજનો અને ટિમનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર