મહેસાણ શહેરના માનવ આશ્રમ વિસ્તારમાં એક સોસાયટીના ગેટ પાસે એક સગીરને 'જાડિયો' કહીને ખીજવવામાં આવતા મામલો બિચક્યો હતો. આ અપમાનજનક શબ્દોથી ખીજવવાથી એક સગીરે બીજા સગીરને છરી મારી દેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ ઘાયલ સગીરના પરિવારે મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સોસાયટી પાસે બે સગીરો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાનું મૂળ કારણ એક સગીર દ્વારા બીજા સગીરને સતત 'જાડિયો' કહીને ખીજવવાનું હતું. વારંવાર આવું કહેવાથી કંટાળેલા સગીરે આવું કરવાની ના પાડતા મામલો ઉગ્ર બન્યો હતો. અપમાનજનક શબ્દો વાપરવાની ના પાડતા ખીજવનાર સગીર ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ઉશ્કેરાટમાં આવીને બીજા સગીર પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સગીરને છરી વાગતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ઘાયલ સગીરના પરિવારજનોએ મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા શહેરમાં સામાન્ય બાબતમાં એક કિશોરે બીજા કિશોર ને છરી મારી દીધી

ટેગ્સ:#police investigation#Community Safety#Mehsana City#Manav Ashram Area#Minor Violence#Knife Attack#Bullying Incident#Youth Conflict#Injury and Hospitalization#Mehsana A-Division Police#School-Age Violence
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા : ફોર્મ ચકાસણીમાં ધારાસભ્યની દખલગીરી મુદ્દે ભાજપ-આપ આમને-સામને
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા ભાજપમાં ટિકિટ મુદ્દે ભડકો : મહિલા મોરચાએ પોકાર્યો બળવો, પક્ષમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ
4 દિવસ પહેલા
મહેસાણાઊંઝા નગરપાલિકામાં ખરાખરીનો જંગ : ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે
4 દિવસ પહેલા
મહેસાણારાધનપુર પાલિકાની ઘોર બેદરકારી: ગંદા પાણીના નિકાલના અભાવે રહીશો અને વેપારીઓ ત્રાહિમામ
6 દિવસ પહેલા
