મહેસાણા તાલુકામાં આવેલા છઠીયારડા ગામ નજીકથી પસાર થતી રૂપેણ નદીમાં અજાણ્યા વ્યક્તિનો કપાયેલા અંગનો એટલે કે કપાયેલો પગ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર બનાવને પગલે નોકરી પરથી ઘરે જતાં સમયે ગામનો એક યુવક પેશાબ કરવા માટે નદી બાજુ ગયેલ હતો ત્યાં તેણે પાણીમાં તરતો કપાયેલો પગ જોતા ગભરાઈ ગયેલ અને તાત્કાલીક પોલીસને જાણ કરી હતી. કપાયેલ માનવ અંગ મળવાની ઘટના સામે આવતા મહેસાણા તાલુકા પોલીસ તાબડતોબ છઠીયારડા રૂપેણ નદીના કાંઠે જઈને તપાસનો ધમધમાટ શરૂ કરેલ અને સ્થાનિક લોકોના નિવેદન લઈ પાણીના પ્રવાહમાં પથ્થર વચ્ચે પગનો કપાયેલો ભાગ પડ્યો હતો. જે ફોરેન્સિક લેબોરેટરીમાં પોસ્ટ માર્ટમ માટે કપાપેલી હાલતમાં મળી આવેલા માનવ અંગરૂપી પગને મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. મહેસાણા તાલુકાના છઠીયારડા બસ સ્ટેન્ડ નજીક આવેલા બ્રિજ નીચે રૂપેણ નદીના પટમાં આવેલા પથ્થરો પાસેથી માનવ અંગનો કપાયેલો પગ મળી આવ્યો હતો. જે ઘટનાની જાણ મહેસાણા તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી જેની તપાસ પોલીસે શરૂ કરી છે.
મહેસાણા નજીક છઠીયારડાની રૂપેણ નદીમાંથી માનવ અંગ મળી આવતા ચકચાર

સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણાના મોઢેરા રોડ પર સૂર્યા કોમ્પલેક્ષમાં ભીષણ આગ; અફરાતફરીનો માહોલ
14 કલાક પહેલા
મહેસાણામહેસાણા : ફોર્મ ચકાસણીમાં ધારાસભ્યની દખલગીરી મુદ્દે ભાજપ-આપ આમને-સામને
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા ભાજપમાં ટિકિટ મુદ્દે ભડકો : મહિલા મોરચાએ પોકાર્યો બળવો, પક્ષમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ
3 દિવસ પહેલા
મહેસાણાઊંઝા નગરપાલિકામાં ખરાખરીનો જંગ : ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે
3 દિવસ પહેલા
