કાંકરેજ તાલુકાના રાનેર ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતરની એક એકર જમીનમાં પ્રાકૃતિક શેરડીની ખેતી કરેલ હતી. જેમાં કોઇ કારણો સર આગ લાગતા શેરડીનો પાક બળીને ખાખ થઇ ગયો હતો. રાનેર ગામના દિલીપકુમાર બાબુલાલ બારોટ જેઓ પોતાના ખેતરમા પ્રાકૃતિક ખેતી કરે છે અને તેઓ બનાસકાંઠા જિલ્લાના પ્રકૃતિક ખેતીના જિલ્લા અધ્યક્ષની જવાબદારી નિભાવે છે. રવિવારના રોજ સાંજે આશરે 6:30 કલાકે આજુબાજુ શેરડીના તૈયાર થયેલ પાકમા અચાનક કોઇ કારણોસર આગ લાગી હતી.જેમાં તૈયાર થયેલ શેરડી બળીને ખાખ થઇ ગઇ હતી. જેની જાણ ખેડૂતને થતા દિલિપભાઈ બારોટે ખેતરમા આવી આગ બુઝાવવા માટે મહેનત કરી પરંતુ આગે ભયકંર સ્વરૂપ લેતા આગ આખા ખેતરમા ફેલાઈ ગઇ હતી.જેમાં શેરડીનો પાક તૈયાર થયેલ હોવાથી શેરડીની પણસ સૂકી હોઈ આગ સમગ્ર એક એકર ખેતરમા ફેલાઈ જતા પાક બળી ગયો હતો. જેમાં આગ બુઝવવા માટે કોઇ સાધન સામગ્રી ના હોવાથી ખેડૂતને 2.50 લાખનુ નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે આગ હળવી થતા બાજુમા ઉભેલા મગના પાકને નુકશાન થયું નહતું.
રાનેર ગામે શેરડીના ખેતરમાં આગ ભભૂકી : અંદાજે 2.50 લાખનું નુકસાન

સંબંધિત સમાચાર
બનાસકાંઠાભાભરમાં ચૂંટણી બહિષ્કાર : નેતાઓ માટે નો-એન્ટ્રી! ગંદા પાણીના પ્રશ્ને રહીશોનો મિજાજ ફાટ્યો
14 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં પોલીસને મોટી સફળતા : ચોરીની શંકાસ્પદ ઈકો ગાડી સાથે એક ઈસમ ઝડપાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાચૂંટણી પહેલાં પોલીસ એક્શન મોડમાં : પાલનપુર એરોમાં સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ
1 દિવસ પહેલા
બનાસકાંઠાગાંધીનગર સાયબર સેન્ટરનું મોટું ઓપરેશન : આંતરરાજ્ય સાયબર ગેંગનો પર્દાફાશ, પાલનપુરના 2 સહિત 16 આરોપીઓને ઝડપી પાડ્યા
1 દિવસ પહેલા
