રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા19 ઑક્ટોબર, 2025| Super Admin

ભાભરના વાવ રોડ ખેતરમાં આગ લાગતા જુવારના ઘાસચારાને નુકશાન

ભાભરના વાવ રોડ ખેતરમાં આગ લાગતા જુવારના ઘાસચારાને નુકશાન
ફટાકડાના કારણે આગ લાગી હોવાનો ખેડૂતનો આક્ષેપ  આજે વહેલી સવારે ભાભર વાવ રોડ પર આવેલ અખાણી પોપટલાલના ખેતરમાં વાવેતર કરેલ ચોમાસું જુવારના પાકમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાનો આક્ષેપ ખેડૂત મંછાજી ઠાકોરે કર્યો હતો. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં અડધા ખેતરમાં આગ પ્રસરી ગઈ હતી. તાત્કાલીક ખેડૂતોએ પાણીના ટેન્કરથી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ બાબતે પાલીકાને જાણ કરતા પાલીકા સદસ્ય રાજુભાઈ ઠાકોર અને વિનોદભાઈ ઠક્કર દોડી આવી પાલીકાના ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવતા આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.પણ જુવારનો બે વિઘમાં ઉભો ધાસચારો બળી જતાં મોટુ નુકસાન થતાં ખેડૂતની દિવાળી બગડી હતી. આગની જાણ થતાં ભાભર મામલતદાર પણ ધટના સ્થળે દોડી આવેલ.આ બાબતે પોપટલાલ અખાણીએ જણાવ્યું હતું કે ફટાકડાના તણખાના કારણે ઘાસચારો બળી જતાં મોટું નુકસાન થયેલ છે માટે ફટાકડા ફોડતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે.    
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર