પાટણ યુનિવર્સિટીમાં નવ દિવસનું દિવાળીનું મીની વેકેશન જાહેર કર્યું હોય રજાઓ દરમિયાન કેમ્પસમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ ના બને તેમજ સુરક્ષા જળવાઈ રહે તેવા ઉદ્દેશથી 17થી 26 ઓક્ટોબર સુધી સ્વતંત્ર કેમ્પસમાં સવાર અને સાંજે ચાલવા આવતા અને પ્રેક્ટિસ માટે આવતા લોકોને પ્રતિબંધ મૂકાયો છે આગામી 27 ઓક્ટોબરથી પુનઃ પ્રવેશ અપાશે.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં રજાઓનો માહોલ દરમિયાન સવાર અને સાંજે શહેરીજનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે. જે દરમિયાન કેમ્પસમાં વહીવટી અધિકારીઓ કે અન્ય કોઈ સત્તાવાર કાર્યો હાજર હોતા ના હોય તે દરમિયાન જ કેમ્પસમાં કોઈ અજાણ્યા લોકો પ્રવેશનો ગેરલાભ ઉઠાવી ત્યાં આ સામાજિક પ્રવૃત્તિઓ કરતા હોવાનું ભૂતકાળમાં ધ્યાનમાં આવ્યું હોય આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન વહીવટી ભવન સહિત સમગ્ર કેમ્પસમાં નવ દિવસનું લાંબુ વેકેશન જાહેર કરવામાં આવ્યું હોય આ દિવસ દરમિયાન એક પણ સત્તાધીશ કેમ્પસમાં હાજર ના હોય કોઈ ઘટના ના બને અને કેમ્પસની સુરક્ષા જળવાઈ રહે તેવા ઉદ્દેશથી યુનિવર્સિટી દ્વારા બનાવેલા નવીન સિક્યુરિટી સેલ દ્વારા આ વર્ષે નવ દિવસ રજાઓના માહોલ દરમિયાનbકોઈપણ વ્યક્તિને કેમ્પસમાં સવારે કે સાંજે પ્રવેશ આપવા ઉપર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આગામી 27 ઓક્ટોબરથી રાબેતા મુજબ સવારે અને સાંજે ચાલવા અને દોડવા માટે શહેરીજનોને પુનઃ પ્રવેશ આપવાનું શરૂ કરાશે. એવું સિક્યુરિટી સેલના અધિકારી વિપુલ ઉપાધ્યાયે જણાવ્યું હતું.

