સરસ્વતિ તાલુકાના સાંપ્રા ગામની સેવા સહકારી મંડળીમાં રૂ.3.39 કરોડની ઉચાપતનો પર્દાફાશ થયો છે. આ મામલે સરસ્વતિ પોલીસ મથકે 14 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે.મહેસાણા ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના લિક્વિડેટર શંકરલાલ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, મંડળીના તત્કાલીન પ્રમુખ રાજાભાઈ ઠાકોરે 2012થી 2014 દરમિયાન બેંકમાંથી લીધેલી KCC (ખેતી પાકધિરાણ)ની રકમ 2019 સુધી પરત કરી ન હતી. તેમણે રૂ.3.39 કરોડની રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. આ બાબત 5 ઓક્ટોબર 2019ના ઓડિટ રિપોર્ટમાં બહાર આવી હતી.ઉચાપત જાહેર થયા બાદ, પૂર્વ પ્રમુખે પોતાના પુત્ર ચિનાજી ઠાકોર સહિત અન્ય પાંચ વ્યક્તિઓને મંડળીના મંત્રી અને સભ્યો તરીકે નિમવા માટે ઠરાવ કર્યો હતો. 2019-20 અને 2020-21માં મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકના સાત અધિકારીઓએ પણ આ કૌભાંડમાં ભૂમિકા ભજવી હતી.

- July 3, 2025
0
117
Less than a minute
You can share this post!
editor