પાટણ પંચાયતની સામાન્ય સભામાં વષૅ 2026-27 ના વર્ષનું બજેટ સવૉનુમતે મંજુર

મફતગાળા માટે આવક મર્યાદા વધારવા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની રજૂઆત
પાટણ તાલુકા પંચાયત કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સોમવારે તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક મળી હતી. જે બેઠકમાં એજન્ડા પરના કામોની વિસ્તૃત ચચૉઓ કરી વષૅ 2025-26 ના વર્ષનું સુધારેલ તેમજ વષૅ 2026-27 ના વષૅનુ બજેટ સવૉનુમતે મજુર કરવામાં આવ્યું હતું. પાટણ તાલુકા પંચાયત પ્રમુખ લલીબેન દેસાઈના અધ્યક્ષ સ્થાને મળેલી આ તાલુકા પંચાયતની આ સમાન્ય સભા બજેટની સાથે સાથે એજન્ડા પરના કામોની ચચૉઓ સાથે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા મફતગાળા માટે આવક મર્યાદા વધારવા રજૂઆત કરી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ લલીબેન દેસાઈ, ઉપપ્રમુખ સોનલબેન ઠાકોર, કારોબારી ચેરમેન જગતસિંહ રાજપૂત, વિરોધ પક્ષના નેતા સોહન પટેલ સહિત તાલુકા પંચાયત સભ્યો અને તાલુકા વિકાસ અધિકારી એ.કે.ઠક્કર સહિત તમામ વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટેગ્સ:#Chairman#Budget#employees#General Meeting#Income Limit#departments#Patan Panchayat#Social Justice Committee's
સંબંધિત સમાચાર
પાટણપાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
2 દિવસ પહેલા
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
2 દિવસ પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
2 દિવસ પહેલા
