બેચરાજીમાં ગંજ બજારમાં દુકાનમાં ચોરી કરનાર બિહારી યુવક ઝડપાયો

બહુચરાજીમાં ઘરફોડ ચોરીનો ભેદ બેચરાજી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપીને દબોચી લીધો છે. બે દિવસ અગાઉ આ આરોપી ગંજ બજારમાં આવેલી એક દુકાનમાં ઘુસી તે દુકાનમાંથી 15 હજાર રૂપિયા રોકડા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જે ઘટના અંગે વ્યાપારીએ બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ડ્રોવરમાં મુકેલા 15 હજાર રોકડ લઈ આરોપી ફરાર થઈ ગયો
બેચરાજીમાં શંખલપુર રોડ પર આવેલા મહેશ્વરી સોસાયટીમાં રહેતા પટેલ ચીનુભાઈએ 15 ઓક્ટોબરના રોજ બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગંજ બજારમાં આવેલા તેઓની બ્રહ્માણી ફર્ટિલાઇઝર્સ નામની દુકાનના ડ્રોવરમાં તેઓએ 15 હજાર રૂપિયા મુક્યા હતા. તે રૂપિયા રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ચોરી ગયા હોવાથી તેઓએ બેચરાજી પોલીસમાં અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી, મુદ્દામાલ કબજે કર્યો
સમગ્ર કેસમાં બેચરાજી ટાઉનના બીટ જમાદાર પી.એસ.આઈ વી.એચ.પરમારે પોતાની ટીમ સાથે દુકાનમાં CCTV તપાસ કર્યા હતા. એ દરમિયાન કેમેરામાં આ તસ્કર કેદ થયો હતો અને પોલીસ આ તસ્કરની વોચ રાખી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, આ આરોપી બેચરાજી ટાઉનમાં દયાનંદ કોમ્પલેક્ષ સામે આવેલા સીદળાના ઝાડ નીચે આ આરોપી ઉભો હોવાની જાણ બેચરાજી પોલીસને થતા પોલીસે આરોપી યાદવ બીટુકુમાર મૂળ, બિહાર વાળાને ઝડપી લીધો હતો. તેમજ પોલીસે તેની પાસેથી 15 હજાર રૂપિયા રોકડા કબ્જે કર્યા હતા.
ટેગ્સ:#businessman#Bihari youth#Ganj Bazaar#Bechraji police#Shankhalpur Road#Maheshwari Societ#15 thousand rupees
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા : ફોર્મ ચકાસણીમાં ધારાસભ્યની દખલગીરી મુદ્દે ભાજપ-આપ આમને-સામને
20 કલાક પહેલા
મહેસાણામહેસાણા ભાજપમાં ટિકિટ મુદ્દે ભડકો : મહિલા મોરચાએ પોકાર્યો બળવો, પક્ષમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ
2 દિવસ પહેલા
મહેસાણાઊંઝા નગરપાલિકામાં ખરાખરીનો જંગ : ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે
2 દિવસ પહેલા
મહેસાણારાધનપુર પાલિકાની ઘોર બેદરકારી: ગંદા પાણીના નિકાલના અભાવે રહીશો અને વેપારીઓ ત્રાહિમામ
4 દિવસ પહેલા
