રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
સાબરકાંઠા10 જાન્યુઆરી, 2025| Super Admin

વાયરસના ભય વચ્ચે : હિંમતનગરમાં 8 વર્ષનું બાળક એચએમપીવી પોઝિટિવ

વાયરસના ભય વચ્ચે : હિંમતનગરમાં 8 વર્ષનું બાળક એચએમપીવી પોઝિટિવ

અમદાવાદ બાદ હિંમતનગરના પ્રાંતિજમાંથી એક બાળકને એચએમપીવી પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં એચએમપીવી વાયરસનો પ્રકોપ વધતો જાય છે. હિંમતનગરમાં 8 વર્ષના બાળકમાં આ વાયરસના કેસની શક્યતા સામે આવી છે. હવે અમદાવાદ બાદ પ્રાંતિજમાં પણ આ વાયરસના નવો કેસ સામે આવ્યો છે. પ્રાંતિજ તાલુકાના ગામનું 8 વર્ષનું બાળક હાલમાં હિંમતનગરની ખાનગી હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે. બાળકને હાલ અમદાવાદ ખસેડાયો છે. હિંમતનગર તાલુકાના પ્રાંતિજમાં એચએમપીવી વાયરસની શંકાએ એક 8 વર્ષના બાળકને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બાળકમાં આ રોગના લક્ષણો જોવા મળતા સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. બાળકના સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. સાબરકાંઠા જિલ્લામાં એચએમપીવી વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. વિભાગ દ્વારા આ વાયરસના ફેલાવાને રોકવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ વાયરસ સામાન્ય શરદી અને ફલૂ જેવા જ લક્ષણો ઉત્પન્ન કરે છે. નાના બાળકો અને વૃદ્ધો આ વાયરસથી વધુ પ્રભાવિત થાય છે.

સંબંધિત સમાચાર