રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ13 માર્ચ, 2026| Super Admin

સહાય વિતરણ યોજના : પાટણ જિલ્લાના 167 દિવ્યાંગોને મુખ્યમંત્રીના હસ્તે સહાય પ્રાપ્ત થઈ

સહાય વિતરણ યોજના : પાટણ જિલ્લાના 167 દિવ્યાંગોને મુખ્યમંત્રીના હસ્તે સહાય પ્રાપ્ત થઈ
આધુનિક સહાય સાધનોથી દિવ્યાંગો આત્મનિર્ભર બનશે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકારના નિયામક, સમાજ સુરક્ષા પ્રભાગ હેઠળની દિવ્યાંગોને મોટરાઇઝડ ટ્રાયસીકલ તથા જોયસ્ટીક વ્હીલચેર આપવાની યોજના વર્ષ 2025-26 અંતર્ગત દિવ્યાંગોને સશક્ત બનાવવાનો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ રાજ્ય કક્ષાના કાર્યક્રમના અનુસંધાને, પાટણ જિલ્લાના કુલ 167 દિવ્યાંગ લાભાર્થીઓને વિનામુલ્યે આધુનિક સાધનોનું વિતરણ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, પાટણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ ગંભીર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને હરવા-ફરવામાં સરળતા રહે તે હેતુથી લોકોમોટર અને મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતા 123 લાભા ર્થીઓને મોટરાઇઝડ ટ્રાય સીકલ અને સેરેબ્રલ પાલ્સી,મસ્ક્યુલર ડિસ્ટ્રો ફી અને મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતા 44 લાભાર્થીઓને જોયસ્ટીક વ્હીલ ચેર અર્પણ કરવામાં આવી હતી. આ સાધનો મળવાથી દિવ્યાંગોની અન્ય પરની નિર્ભરતા ઘટશે અને તેઓ સમાજમાં સન્માનપૂર્વક હરતા-ફરતા થઈ શકશે. આ પ્રસંગે આધુનિક સાધનો મેળવનાર દિવ્યાંગ લાભાર્થીઓના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી. લાભાર્થીઓએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, " અત્યાર સુધી હરવા-ફરવા માટે અમારે અન્ય પર નિર્ભર રહેવું પડતું હતું.પરંતુ આ મોટરાઇઝડ ટ્રાયસીકલ અને જોયસ્ટીક વ્હીલચેર મળવાથી અમે હવે સ્વતંત્ર રીતે અવરજવર કરી શકીશું. અમારા જેવા દિવ્યાંગોની દરકાર લેવા બદલ અને આટલી કિંમતી સહાય વિનામુલ્યે પૂરી પાડવા બદલ અમે ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, પાટણ તથા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પાટણ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, પાટણનો સ્ટાફ હાજર રહ્યો હતો. જેમણે લાભાર્થીઓને સાધનોનો યોગ્ય ઉપયોગ કરવાની સમજ આપી અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.    

સંબંધિત સમાચાર