રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા8 ડિસેમ્બર, 2025| Super Admin

ડીસામાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો આપ દ્વારા વિરોધ

ડીસામાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો આપ દ્વારા વિરોધ
કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે કડક કાર્યવાહીની માંગ ​ગુજરાતમાં આમ આદમી પાર્ટી (આપ) ના નેતા ગોપાલ ઈટાલિયા પર થયેલા હુમલાના મામલે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, ત્યારે તેના પડઘા બનાસકાંઠાના મુખ્ય મથક ડીસામાં પણ જોવા મળ્યા હતા. ડીસા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે શહેરના બગીચા સર્કલ ખાતે એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું.​ 'આપ' દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર હુમલો કરનારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ સામે પોલીસે તાત્કાલિક અને કાયદેસરની કડક કાર્યવાહી કરવી જોઈએ. 'આપ'ના નેતાઓએ આ ઘટનાને લોકશાહી પરનો હુમલો ગણાવી, વિરોધ પક્ષના નેતાઓને ડરાવવાનો અને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.​આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. ​પ્રદેશ કાર્યકારી પ્રમુખ ડો.રમેશભાઈ પટેલ​,લોકસભા પ્રમુખ વિજય દવે અને શહેર મંત્રી રવિભાઈ દેવાણી​ આ ત્રણેય નેતાઓએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એકબીજા સાથે મળીને ગઠબંધન હેઠળ કામ કરી રહ્યા છે. જે રીતે વિપક્ષના ધારાસભ્ય પર સરાજાહેર હુમલો કરવામાં આવે છે, તે દર્શાવે છે કે આ બંને પક્ષો રાજ્યમાં ગુંડાગીરીનું રાજ સ્થાપવા માંગે છે. શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા નેતા પર હુમલો એ લોકશાહીનું ગળું દબાવવા સમાન છે, જે 'આપ' ક્યારેય ચલાવી લેશે નહીં."આપ'ના કાર્યકર્તાઓએ હુમલાખોરો સામે કડક કાયદાકીય પગલાં લેવાય નહીં ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં 'આપ'ના કાર્યકર્તાઓ જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.    

સંબંધિત સમાચાર