હિંમતનગરના 11 ગામો હુડામાંથી સત્તાવાર રીતે બહાર કરાયા

જન આંદોલનના પગલે રાજ્ય સરકારની પીછેહઠ
રાજ્ય સરકારે હિંમતનગર શહેર માટે અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (હુડા) લાગુ કરી હતી. તંત્ર દ્વારા જાહેર કરાયેલા ડ્રાફ્ટ પ્લાનમાં આસપાસના કુલ 11 ગામોને પણ સામેલ કરવામાં આવ્યા હતા.જેમાં 35 હજાર ખેડૂત ખાતેદારોની મિલકતને અસર થાય તેમ હતી.આ નિર્ણયને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિકોનું માનવું હતું કે આ યોજના તેમના હિતોને નુકસાન પહોંચાડશે. જેના પગલે ગામ સ્તરે વિરોધ શરૂ કરીને તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. જે આંદોલન જન આંદોલનમાં ફેરવાતા આખરે સરકારે ઝુકીને નિર્ણય સ્થગિત કરી દીધો હતો અને હવે શહેરી વિકાસ વિભાગ દ્વારા લેખિત પત્ર દ્વારા 11 ગામોને હુડામાંથી બહાર કરી દીધા છે.
હિંમતનગરમાં વર્ષ 2015માં પણ આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે પણ 11 ગામોના લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધને પગલે તે સમયની મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હુડાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. હવે ફરી એકવાર એ જ સ્થિતિ સર્જાતા ગામલોકોમાં રોષ ફેલાયો હતો. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર હુડાના ડ્રાફ્ટ પ્લાનમાં લગભગ 40 ટકા જમીન કપાત થવાની જોગવાઈ દર્શાવવામાં આવી હતી. આ કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સતાવી રહી હતી. આ મુદ્દે ખેડૂતો દ્વારા અરજીઓ આપીને કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.જેથી સરકારને ફરી પીછેહઠ કરવી પડી હતી.
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા LCBની મોટી સફળતા: હત્યાનો ગુનેગાર જેલના સળિયા પાછળ; 3 વર્ષ બાદ જંગલમાંથી ઝડપાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આઈપીએલ પર સટ્ટાબાજીનું નેટવર્ક ઝડપાયું, પોલીસે ₹20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાના બડોલની સીમમાં ડ્રોન સ્ટ્રાઈક : SOGએ ખેતરમાંથી ₹10 લાખનો ગાંજો ઝડપ્યો
4 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આકાશી આફત : ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ
1 અઠવાડિયા પહેલા
