રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
સાબરકાંઠા19 ફેબ્રુઆરી, 2026| Super Admin

સાબરકાંઠા જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત તબીબો માટે વર્કશોપ યોજાયો

સાબરકાંઠા જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત તબીબો માટે વર્કશોપ યોજાયો
સાબરકાંઠા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના ગાયનેકોલોજિસ્ટ અને રેડિયોલોજીસ્ટ તબીબો માટે પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત તાલુકા કક્ષાનો એક વિશેષ વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજેશ પટેલે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સરકારશ્રી દ્વારા એક્ટમાં કરવામાં આવેલી વિવિધ જોગવાઈઓ અને નિયમો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વર્કશોપ દરમિયાન ઉપસ્થિત તમામ તબીબોને આ કાયદાનું ચુસ્તપણે પાલન કરવા માટે ખાસ આગ્રહ કરવામાં આવ્યો હતો. વર્કશોપમાં 'ટુ-વે કોમ્યુનિકેશન' પદ્ધતિ અપનાવીને ગાયનેકોલોજિસ્ટ અને રેડિયોલોજીસ્ટને મુંઝવતા વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રેકોર્ડ મેન્ટેનન્સ અને વારંવાર પૂછાતા પ્રશ્નો બાબતે તબીબોની શંકાઓ દૂર કરવામાં આવી હતી. આ આયોજનથી પ્રભાવિત થઈને ફોગ્સી હિંમતનગરના પ્રેસિડેન્ટ ડો. કાઝી દ્વારા સરકારના આ પ્રયાસને બિરદાવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ વર્કશોપના સફળ આયોજનથી સ્થાનિક તબીબોમાં કાયદાકીય જાગૃતિ અને સ્પષ્ટતામાં વધારો થપો છે.  

સંબંધિત સમાચાર