રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
સાબરકાંઠા27 ડિસેમ્બર, 2024| Super Admin

સાબરકાંઠા જિલ્લાના ચાર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો : પાકને નુકશાનની ભીતિ

સાબરકાંઠા જિલ્લાના ચાર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો : પાકને નુકશાનની ભીતિ

સાબરકાંઠા જિલ્લાના ચાર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે ખેડબ્રહ્માના દમાવાસમાં બરફના કરા પડ્યા હતા. કમોસમી વરસાદને લઈને વરીયાળી, જીરું, ઘઉં, રાયડો, ચણા અને બટાકાના પાકને નુકશાનની ભીતિ સર્જાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારથી વાતવરણમાં પલટો આવ્યો હતો. પવન પણ ફૂંકાયો હતો. ત્યારે રાત્રી દરમિયાન હિંમતનગર, ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાને લઈને રોડ પર પાણી વહેવા લાગ્યું હતું. ખેડબ્રહ્મા તાલુકાના દમાવાસ ગામે રાત્રી દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા. વાસણા કમ્પા ધનાલ કમ્પા, પ્રતાપગઢ કમ્પા, જામરેલા કમ્પા, દેરોલ કમ્પા, તાંદલિયા કમ્પા, આંતરી કમ્પા સહિતના વિસ્તારમાં માવઠું થયું હતું. જેને લઈને વરીયાળી, ચણા અને બટાકાના પાકમાં નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. શિયાળામાં માવઠાને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી ચાર તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં હિંમતનગર 01 મિમી, ઇડર 06 મિમી, ખેડબ્રહ્મા 04 મિમી અને વડાલી 07 મિમી વરસાદ નોંધાયો છે.

સંબંધિત સમાચાર