રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
સાબરકાંઠા25 ડિસેમ્બર, 2024| Super Admin

અંબાજી-ખેડબ્રહ્મા રોડ પરથી ગાંજા સાથે બે પકડાયા અંદાજે રૂપિયા 1.21 લાખના મુદ્દામાલ કબ્જે

અંબાજી-ખેડબ્રહ્મા રોડ પરથી ગાંજા સાથે બે પકડાયા અંદાજે રૂપિયા 1.21 લાખના મુદ્દામાલ કબ્જે

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અંબાજીથી ખેડબ્રહ્મા આવતા રોડ પરની એક કોલેજ નજીકથી ખેડબ્રહ્મા પોલીસે બાતમીને આધારે ઇકોમાં ગાંજો લઇને આવી રહેલ બે જણાને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા બે પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. પોલીસે બંનેની અટકાયત કરી તેમની પાસેથી રૂપિયા 40 હજારનો ગાંજો, બે મોબાઇલ અને ઇકો મળી અંદાજે રૂપિયા 1.21 લાખના મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ખેડબ્રહ્મા પોલીસના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમને એવી બાતમી મળી હતી કે સવારના સુમારે અંબાજીથી ખેડબ્રહ્મા તરફ આવી રહેલ ઇકો નંબર GJ.07.DG.5718 માં બે શખ્સો અંદાજે રૂપિયા 40 હજારની કિંમતનો 3.397 કિ.ગ્રા. ગાંજો લઇને આવી રહ્યા છે. જે આધારે ખેડબ્રહ્મા પોલીસે એક કોલેજ નજીક વોંચ ગોઠવીને બાતમી મુજબની ઇકોને ઝડપી લીધી હતી. ત્યાર બાદ તેમા બેઠેલા નરેશ વિક્રમભાઇ સોલંકી અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે બન્નેની અટકાયત કરી વધુ તપાસ માટે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં લાવી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર