સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લા રમત સંકુલ, સાબરકાંઠા ખાતે તા. ૨૨-૦૨-૨૦૨૬ થી ૨૩-૦૨-૨૦૨૬ દરમિયાન રાજ્ય કક્ષાના ‘ખેલ મહાકુંભ-૨૦૨૫’ અંતર્ગત સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ખાસ કરીને અંડર-૧૧, ૧૪ અને ૧૭ વયજૂથની દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાંથી ૩૦૦થી વધુ મહિલા ખેલાડીઓએ આ સ્પર્ધામાં પોતાની હાજરી નોંધાવી હતી. સ્વિમિંગની વિવિધ ઇવેન્ટ્સમાં ખેલાડીઓએ પોતાની ગતિ અને રમતનું ઉત્કૃષ્ટ કૌશલ્ય પ્રદર્શિત કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા ખેલાડીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં માળી કાજલ સુરેશભાઈ: ૫૦ મીટર બટરફ્લાય ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ અને ૪૦૦ મીટર ઇન્ડિવિડ્યુઅલ મેડલેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા અને ઋતુ કુમારી કિરણભાઈ મલેશિયા: ૨૦૦ મીટર બેકસ્ટ્રોક ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સાબરકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતુ. આ પ્રસંગે સાબરકાંઠાના જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઈ ચૌધરી અને જિલ્લા રમત વિકાસ અધિકારી ત્રિવેણીબેન સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિજેતા ખેલાડીઓને મેડલ પહેરાવી સન્માનિત કર્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા.
સાબરકાંઠા ખાતે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત સ્વિમિંગ સ્પર્ધા યોજાઇ

ટેગ્સ:#sabarkantha#Khel Mahakumbh#Sports Authority of Gujarat#Swimming competition#state-level#medals
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા LCBની મોટી સફળતા: હત્યાનો ગુનેગાર જેલના સળિયા પાછળ; 3 વર્ષ બાદ જંગલમાંથી ઝડપાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આઈપીએલ પર સટ્ટાબાજીનું નેટવર્ક ઝડપાયું, પોલીસે ₹20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાના બડોલની સીમમાં ડ્રોન સ્ટ્રાઈક : SOGએ ખેતરમાંથી ₹10 લાખનો ગાંજો ઝડપ્યો
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આકાશી આફત : ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ
1 અઠવાડિયા પહેલા
