રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા13 માર્ચ, 2026| Super Admin

ડીસાના ભોપાનગરમાં રખડતા ભૂંડનો આતંક : 5 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો

ડીસાના ભોપાનગરમાં રખડતા ભૂંડનો આતંક : 5 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો

બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક આવેલા ભોપાનગર વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ વકર્યો છે શુક્રવારે  રસ્તા પરથી પસાર થઈ રહેલી એક 5 વર્ષની માસૂમ બાળકી પર રખડતા ભૂંડે હિંસક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.​પ્રાપ્ત માહિતી અનુસાર, રાશિબેન મહેન્દ્રભાઈ વાઘેલા નામની 5 વર્ષની બાળકી જ્યારે રસ્તા પરથી જઈ રહી હતી, ત્યારે અચાનક એક ભૂંડે તેના પર હુમલો કર્યો હતો. ભૂંડ એટલું હિંસક બન્યું હતું કે બાળકીને બચાવવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ભૂંડાના હુમલાને કારણે બાળકીને માથા, મોઢા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે ​રહેણાંક વિસ્તારમાં રખડતા ભૂંડના આતંકને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. માસૂમ બાળકી પર થયેલા આ હુમલા બાદ તંત્ર જાગે અને આવા હિંસક પશુઓનો ત્રાસ દૂર કરે તેવી માંગ પ્રબળ બની છે.    

સંબંધિત સમાચાર